પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
છેલ્લું પ્રયાણ
 


એસી હોય તે પ્રણજો રે ઢોલા.
નીકર ફરીને પરણવું રે,
અંતરીઆ વીરને.

***

એવાં વીશેક ગીતો પેન્સિલથી ટાંક્યાં છે, ઠામઠેકાણું નથી, વર્ષ કે તિથી નથી. પણ યાદદાસ્ત તો અવળચંડી છે. ચાર દિવસ પરના ગાઢા મેળાપો ભૂલી જવાય છે.મળેલાં માણસોને ફરી દીઠે ઓળખાણ પૂછવી પડે છે,ભોંઠામણ આવે છે, માફી માગવી પડે છે: બીજી બાજુ પંદર-સોળ વર્ષનો ગાળો પણ નડતો નથી એવી તાજી ને વિગતવાર સ્મૃતિઓ સંઘરાઈ રહે છે મનને કોઈક અગોચર ઠેકાણે.

અગર ચંદણની એક રાત હતી. કાઠી જુવાનનું ઘર હતું. બે બહેનો હતી. પ્રૌઢ પિતા હતા. પિતાના જોડીદાર એક ભજનિક બ્રાહ્મણ હતા.

જુવાને જમાડ્યો, જમાડીને પછી બહેનોને એારડે બોલાવી. ‘....ભાઈ ને કાઠી લગ્ન–ગીતો સાંભળવાં છે.’ બહેનોએ અગર ચંદણની રાતના આંગણામાં લાંબી સૂરાવળ વડે ઓળીપો કરી આપ્યો.

લાંબી બિમારીએ જુવાનને ત્રણ વર્ષ પર ઉપાડી લીધેલ છે. એના જોડીદાર ભાઈ જોધાર શરીર પણ એક દિવસ ઓચિંતું પડ્યું છે. ગાનારી બહેનોમાંથી મોટેરી ગઈ છે. રહી છે નાનેરી — ‘પગ ઢાંકીને પિયરમાં બેઠેલી.’ રહ્યા છે