પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એ પ્રાણ હજુ મર્યો નથી
૨૭
 


તને મેં ફૂલ સમી કહી,
સરખામણી સાચીસ્તો :
કારણ તારા પર બધા યે મોહે,
તને મોહ કોઈ પર નહિ.

હટ ! રસ્તે પડ પાગલી!
તું તો છે દેરાંની ટકોરી જેવી:
જે આવે તે વગાડે.

સ્પેનિશ લોકગીતોના અંગ્રેજી અનુવાદોવાળા મારા ટાંચણનું આ ગુજરાતી કરીને આપું છું. ૧૯૨૯ ની એ સાલ છે. જ્યારે રોયલ એશિયાટિક સોસાયટીના ગ્રંથાગારમાં બેઠા બેઠે થોથાં ઉથલાવતાં હતો, ને ક્ષુધાતુર જેમ ખાય તેમ ઉતારા કરતો હતો. 'સ્પેનિશ ફોક્સોન્ગ્ઝ'- (એસ. ડે. મેડેરીઆગા) આ મેડેરીઆગા નરવાચક નામ હશે કે નારીવાચક ? જાણી શકાયું નથી, પણ છે તો કોઈક સમાનધર્મી જીવડો ! લોકગીતની પાછળ પાગલ બનેલા વિના તો આવું કેણ લખે કેઃ

'બુદ્ધિ તો ગુમાની છે. માનવીનો પ્રાણ સત્ય અને સૌંદર્યને ઊંબરે, વિચારનાં વણેલાં રાંઢવાની સીડીને માર્ગેથી નહિ પણ એથી ટૂંકે માર્ગે પણ પહોંચી શકે છે એ વાતને બુદ્ધિ તો મહામુશ્કેલીએ નિહાળી શકે છે. સ્પેનિશ પ્રજાએ સત્ય અને સૌંદર્યની શોધમાં નીકળી પડવામાં, એના સુધારકોએ એને છાપાં વાંચનારા વિદ્વાનોની કક્ષાએ પહોંચતાં કર્યાં ત્યાં સુધી વાટ જોઈને બેસી રહેવું ગણકાર્યું નથી. એમણે તે ઉઘાડી આંખે ચોપાસ નજર કરી અને સહૃદયતાભેર