પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨
છેલ્લું પ્રયાણ
 

જેઠવો રામનો કે'–
કાયા બાંધી કટે લાકડે,
ફરતાં શ્રીફળ ચાર.

¤

જેઠો કે'
એક દી'ના જાવું એકલાં
કાં રે'વી મસાણે રાતઃ
ગોળા છૂટે ગબના,
(તે દી') ઘટ્ડું પામે ઘાત.

દાર્શનિક લોકકવિ આ જેઠો તો આ પાનાં પર આપણો જાણીતો સહયાત્રી છે. લોકવાણીમાંથી જીવનરસ પીતો પ્રવાસી-માનવ ઘડીક એ ફિલસૂફનું પદ બોલી સ્મશાનનાં સ્મરણ આપે છે, 'વાશે વા ને ઊડશે સેલીયું' એમ યાદ કરાવી આપણા પિંડની બની ગયેલી રાખને પવનમાં ઊડતી બતાવી ઠીક વ્યંગ કરે છે, અને તે પછી વળતી પળે એ પ્રવાસી ચૂડ વિજોગણની પ્રેમ-કવિતામાં લેટી પડે છે;–

સાજણ સિવાડે ચરણિયો,
ફરતી મુકાવે કોર;
ઉરે ટંકાવ્યાં આભલાં,
હૈડે લખાવ્યા ઝીણા મોર.
હૈડે લખાવેલ મોર તે ખરા,
ઈ સાજણ છે પાકા તેલના ધરા,
બોલે મીઠું ને કરે છે ગોર.
સાજણ સિવાડે ચરણિયો, ફરતી મુકાવે કોર.

¤

નવી જ ઉપમા મળી–સ્વજન એ તો 'પાકા તેલના ધરા'–પાણીનો નહિ, પાકા તેલનો ભરપૂર ઘૂનો!