પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સજણ ગિયાં ને શેરીયું રહી!
૪૭
 



આંખ્યુંની ઓળખાણ ને મુંદરા મળી,
સાજણ વોળાવીને હું તે વળી.

*

સાજણ વોળાવી હું વળી,
ઊભી વડલાની છાંય;
વડલે વરસે મોતીડે,
ડાળ કોળાંબા માંય.

કોળાંબો ભાંગીને કટકો થિયો,
પ્રીતનો માર્યો સાજણ પરદેશ ગિયો.
ભાળી ભોમ તો લાગે ગળી,
સાજણ વોળાવીને હું રે વળી.

અરે સ્વજન ! રહી જાવ ને! કહેશો તે ખિદમત કરીશ–

સજણ રિયો તો રાખિયે, લાગી તમારી માયા;
ઓરૂં માથે ઉતારા દૈયેં, કરીએ છતરિયુંના છાંયા.
કરીએં છતરિયુંના છાંયા ને તમને વરિયેં;
કલેજાં માગો તો લૈ મુખ ઉપર ધરિયેં.
નમ્યો છે દી, ને ઢળી છે છાંયા,
સજણરિયો તો રાખિયેં, લાગી તમારી માયા.

ઓરું માથે – ઉર પર, છાતી પર – ઉતારા દઉં: પ્રણયકવિતાની ઘણી ઊંચી કક્ષાએ પહોંચી ગઈ લોકકવિતા. ફરી પાછી એક ચોટદાર, અને લોકસાહિત્ય સિવાય અન્યત્ર અસંભવિત એવી ઉપમા મળે છે આ રેલગાડીના બોતડ સાથી પાસેથી :

સજણા ! તમારી શેરીએ,
(અમે) ગળીને ખાતર થયાં