પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮
છેલ્લું પ્રયાણ
 


ગળીને – કણેકણમાં ગળી જઈને–નરમ ઉકરડો બની જવું, વાવેતરની ભોંયમાં રસકસ પૂરનાર પદાર્થ બની જવું, પારકી સુગતિને ખાતર સ્વયં દુર્ગતિને પામવું, એ દશા પ્રિયજનને કારણે પોતાની કરી નાખ્યા પછી વિચ્છેદ પડતો બતાવ્યો છે.

¤

લોકકવિતાને રાંક પ્રતિનિધિ એ મારો સહયાત્રી પ્રથમ દેહની ક્ષણભંગુરતાનાં અને પછી 'સજણા'ના નેહમાં સાંપડેલી વિફલતાનાં પદોમાંથી જોબનની વિદાય પર ઊતરી પડ્યો હતો-

કાના કેસા ને લોચના, ડગમગતે દાંતે,
ઈને લાંછન લાગશે, એક જોબન જાતે.

કાળા હતા કેશ, બદલાઈને બીજા થિયા;
દલને ભોંઠ૫ દેછ, દુનિયાને કાંઉ દેખાડિયે.

જુવાની હતી તે જાતી રહી, દેઈ ને નાંખી દળી;
રાણો કે, શું વાવરિયે, ભર્યા ભગરાં પળી.

દેઈને દળી પીસી નાખી. ભગરાં-ધોળાં પળીઆં આવી ગયાં. શા માટે આમ? જોબનને સંસારી જન ઠપકો આપે છે-

જોબન! મેં તને ગણ કર્યો,
પહર ચાર્યો સારી રાતઃ

એક તુંમાં અવગણ ભલે,
મને લાકડી દઈ ગયો હાથ.

જોબનિયા, તુંને જાળવ્યું, ચાર્યું માજમ રાત;
જાતાં જાણ્યું હોત તો, ઉછી ઉધારાં કરત.