પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬
છેલ્લું પ્રયાણ
 


અર્થાત્ (૧) હે સખી, આજે મને કહે કે તું કયાં રહી હતી ?

(૨) ઓ અલી ! આટલો મરડ કાં કરે છે?

આ અર્થ છેવટનો તો ક્યાંથી ગણાય? પરંતુ વિચાર કરવા જેવો તો છે જ, કારણ કે બીજો બંધબેસતો કયો અર્થ છે? જાણતા હો તો મને જણાવશો.

તેવું જ એક બીજું કાંઈક કરુણાની આછી છાયાવાળું પણ કાઠિયાવાડમાં [હું જામનગરમાં મારું બાળપણ રમ્યો છું] સાંભળેલ યાદ આવે છે–તે નીચે પ્રમાણે છે :

અરર ! માડી રે ! કાળી તે કાળનો કાંટાળો વિછૂડો!
હંબો ! હંબો ! વિછૂડો !

અરર! માડી રે ! કઈ વહુને ચટકાવ્યો, મા, વિછૂડો !
હંબો ! હંબો ! વિછૂડો !

આગળનું મને યાદ નથી. તમને ઠીક જેવું લાગે તો મેળવી શકશો

એમાં ગાવાની રીત એવી છે કે બાળાઓ ગોળ હારમાં હાથ જોડીને ફરે. અને વચમાં એક બાળા જમીન પર બેસી આખા ચક્રમાંથી એક પછી એક બાળાની ઘાઘરીનો છેડો ઝાલીને બોલે અને આખું ચક્ર તો 'હંબો ! હં(ભો ?) હબો વિછૂડો ' ઝીલે અને ગોળ ગોળ ફરે. વિછૂ પગે ચટકાવે તેનું કાંઈક સૂચન કરવા માટે એ પ્રમાણે વચલી બાળા કરતી હશે એવું મને લાગે છે. કારણ કે ઘાઘરીનો છેડો પકડીને પગ ઉપર કઈ વાર ચૂંટી પણ દેવામાં આવે છે એમ મને સાંભરે છે.