પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘પરકમ્મા’નું નિવેદન

*[૧]આ પુસ્તક લખાયું તેનું શ્રેય ભાઈશ્રી ઉમાશંકરને જાય છે. ‘બુદ્ધિપ્રકાશ’નું સંપાદન પોતાને સોંપાતાં એણે મને લખ્યું કે લોકસાહિત્યના તમારા સંશોધનકાર્યમાંથી કંઇક (Chips from the workshop (કોઢ્યમાં પડેલાં છોડિયાં વીણીને 'બુદ્ધિપ્રકાશ'માં આપતા જાઓ.

એ સૂચના મળતાં મેં મારી ટાંચણ–પોથીઓનાં પાનાં ઉથલાવવા માંડ્યાં. કટકા બટકા ને કરચો, છોલ અને છોડિયાં, ઝીણી મોટી ખરઝર પાને પાને વણવાપર્યાં પડી રહ્યાં જોયાં. આજ સુધી જે સંગ્રહો આપી ચુક્યો છું તેના ઉપર નવું અજવાળું નાખે તેવી નાની મોટી વિગતો, વાર્તિકો ને ટૂચકા જડી આવ્યા.

તદુપરાંત એક વિચાર ચમક્યો : કે મારી સંશોધન-વાટ પર, મારા રઝળપાટને માર્ગે મને જે જે જીવતાં જનો વાતો કહેનારાં ભેટ્યાં, તેમની ઓળખાણને ગ્રંથસ્થ કરી તેમનું ચિરસ્મરણ પણ કાં ન સંઘરી લઉં.

પરિણામ આ લખાણ.'બુદ્ધિપ્રકાશ'માં તો એ થોડાં


  1. *‘પરકમ્મા’ વિશે લેખકે જે કાંઈ કહ્યું છે તે આ પુસ્તકને પણ લાગુ પડતું હોઈને ‘પરકમ્મા’ માં એમણે કરેલું નિવેદન અહીં ઉતાર્યું છે.