પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[૫]

બહારવટિયો રાયદે

[રાયદે બહારવટિયાનું આ વૃત્તાંત, સત્તર વર્ષે સાંગોપાંગ પ્રાપ્ત થયું જેથી મૂક્યું છે એમાં બહારવટાંની ઉજળી બાજુ છે, અને નથી. પ્રસંગો રોમાંચક છે તથાપિ અનેક બહારવટિયાનાં વૃત્તોમાં પેસી ગયા હોઈ રૂઢિગત લાગે છે. ઝાઝો કાળ થયો એટલે આમાં જવાંમર્દીના વરખ પણ હશે. પણ એક અણદીઠ પ્રદેશની પ્રજાનો, તેની ભાષાનો, અને તેના જીવનપ્રશ્નોનો પરિચય મળે છે. તે માટે આ ચરિત્ર અત્રે ઉતાર્યું છે.]

કાઠિયાવાડમાં જામનગર તાબે તુંબેલ શાખાના ચારણોનાં ચોવીસ ગામ છે. માડી એમાંનું એક છે. માડી ગામને પાદર સાની નામે નદી છે. ગામ ફરતા ચાર જૂના કોઠાનો ગઢ છે. માડી ગામમાં તુંબેલોનાં બે કુટુંબ રહે. એક બૂચડ ને બીજા ગામણા. ચારણ્ જેસો બૂચડ હતો. એની દીકરીને ગામણાઓના ઘરમાં દીધી હતી. દીકરાનું નામ ભાયો.

ભાઈ ભાયાને એક વાર સાસરવાસી બહેન મળી ગઈ,