પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
૧૯
 

અન્તરમાં મોજાં ઉછળતાં,
ઉરબન્ધ તૂટું તૂટું થતા.
રોમરોમમાં ભાવિ વિશ્વ રમતાં.
વિલાસની લોલવિલોલ લીલા શી,
સૌભાગ્યના સુધાકર સરીખડી,
સુન્દરતાની વસન્ત જેવી,
સ્વામીસ્નેહની પ્રતિમા સમી
ગૃહલક્ષ્મી ગૃહદ્વારે ડોલતી;
વાત્સલ્યની વેલી સમોવડી
કુલાગારે ઝૂકેલી હતી.
કલાપીની સંકેલેલી કલા સમી
દેહદેશે નવરંગ સાડી સરતી,
મહીં લજ્જાની લહરીઓ લહરતી.
પવિત્રતાની પાંદડીઓ જેવા
ગાલ ઉપર, ભાલપત્રે,
નાથના સ્નેહલેખ હતા.
ઉરમાંથી અમતના ફુવારા ફૂટતા,
સન્તાન તે જીવન પી અમર થતાં.
ભરથારની દૈવી સંપત્તિ સમી
દેહાકાશે ઉષા ઉઘડતી :
કાન્તિમાં કન્થના કોડ ઝળહળતા.
શીલનો પ્રભાવ, પ્રભુતા શો,
અખંડ પ્રભાએ પ્રકાશતો.
અંગોઅંગને વિશે