પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
૨૫
 

પાંદડી જેવાં પોપચાં ફરકતાં,
હૈયું ભરેલું ને વિશાળ હતું.
વિધિદીધેલ રત્ન સમો
ભાલદેશે ચન્દ્રક રાજતો.
અંગઅંગ ફૂલ ફોરતાં.
કોકિલ ડાળે બેસે ને દીપે,
તેમ રમણી નિજ કુંજે શોભતી.
અલૌકિકરંગી ઈન્દ્રચાપ જેવી
જગત ઉપર તે નમેલી હતી.
તે યૌવના શો વિચાર કરતી હતી ?

ચાંદનીના ઢગલા જેવું
શ્વેત ન્હાનકડું હરણનું બચ્ચું
નીચે રૂપાની સાંકળે બાંધેલું હતું.


યૌવના શું વિચારતી ?
પ્રાણની ભરતી લોચનમાં ડોલતી,
મધ્યાહ્નનાં તેજ વિલોકતી ?
જલના રંગ આલોચતી ?
સાગરનાં તલ નિહાળતી ?
અસીમ જલરેખાઓ વીંધી વીંધી
સ્વામી પારનો સંગમ શોધતી ?
ગુલાબની અંજલિ જેવું મુખડું,
મહીં આકાશના અણુ જેવાં નયન :