પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮
ચિત્રદર્શનો
 

ગાયકવાડની સાક્ષરવન્દનીય નગર શોભાસ્પદ રાજમૂર્તિ રચાવી; તે પછી પાંત્રીશ વર્ષથી ચાલતો એકચક્ર યશસ્વી યુગસક્રાન્તિ સમો રાજકારભાર; મહારાણી લક્ષ્મીબાઈ સાહેબ કાજે યોજેલા લક્ષ્મીવિલાસ મહેલમાં મહારાણી ચીમનબાઈ સાહેબનો રાજવૈભવ; સિન્ધિયા મહારાજને દીધેલાં રાજકુમારીનો કુચબિહાર મહારાજ સાથે લગ્નપ્રસંગ; સ્વર્ગસ્થ ધર્મપત્નીના સ્મરાણાંશ તરીકે ઉછરેલા યુવરાજનું નવયૌવનમાં યમરાજની પાંખમાં ઝડપાવું; જાહોજલાલી અને કીર્તિની જાજવલ્યમાન કલગી રાજમુગુટમાં વિરાજી ઘડીક ફરકતી થઈ ત્ય્હાં તે યશકલગીનો તેજકલાપ ઝંખવાવો: શ્રીમન્ત સયાજીરાવ મહારાજના જીવનમાં આવા મહાપ્રસંગોમાં પ્રારબ્ધ અને પુરુષાર્થની અટાપટી પરમેશ્વરી ભાત વિરાજી રહેલી છે. પ્રારબ્ધવાદીઓએ તેમ જ પુરુષાર્થવાદીઓએ પોતપોતાનાં સત્ય અને સીમાઓ એ જીવનગ્રન્થમાંથી શોધી શીખવાનાં છે.

મુગલ શાહાનશાહતની સ્‍હાંઝ પડી ત્ય્હારે મહારાષ્ટ્રકુલતિલક શિવાજી મહારાજનો તારો હિન્દની ક્ષિતિજ ઉપર ઉગ્યો, પણ એ સાન્ધ્યતારકનો પ્રકાશ દીર્ઘકાલ તપ્યો નહીં. નિર્વીર્ય ક્ષત્રિયોની રાજ્ય-લગામ ને રાજસિહાંસન બ્રાહ્મણમન્ત્રીઓએ લઈ લીધાં, અને એ પેશવાને જ પગલે ચાલી કાલાવધ્યે ત્‍હેમના જ ચાર સેનાપતિઓએ સ્વતંત્ર જેવા થઈ મહારાષ્ટ્ર બહાર પાટનગરો કીધાં. નાદિરશાહ ઈરાની મુગલાઈની છેલ્લી જાહોજલાલી લૂંટીને લઈ ગયો