પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
૪૯
 

સંસ્થાઓ સ્થપાતાં એ જૂની લોકસંસ્થાઓનો લોપ થયો. ચતુર ગાયકવાડે અને નિપુણ મન્ત્રીવરે જોયું કેર એ જૂદી લોકસંસ્થાના સંજીવનમાં પ્રજાનું સંજીવન છે, એ પ્રાચીન પ્રણાલિકાનો અર્વાચીન નવઅવતાર જન્માવવામાં પ્રજાપતિનિધિત્વના રાજ્યમન્ત્રની પરમ સિદ્ધિ છે. એ પ્રજાકલ્યાણની શુભ માનીનતા બલવત્તર થતાં વડોદરા રાજ્યને ગામેગામ ગ્રામ્યપંચાયત ને પ્રાન્તેપ્રાન્ત પ્રાન્તપંચાયત સ્થપાઈ. પ્રજા પ્રતિનિધિઓની રાજસભા યે વડોદરા રાજ્યમાં મળતી હતી. એમ પ્રજાપ્રતિનિધિત્વનું રાજસુત્ર વડોદરા રાજ્યમાં પ્રચાર પામ્યું. એ પ્રજાપ્રતિન્ધિઓની ન્હાનીમ્હોટી સભાઓને કેટલીક સત્તઓ સોંપવામાં આવી છે. પણ પ્રજાપ્રતિનિધિત્વનું અંજન મહારાજની એક આંખમાં અંજાયેલું છે, એટલે થોડાં ઘણાં પ્રજાપ્રતિનિધિત્વનાં કિરણ પ્રગટ્યાં પછી હજી યે સર્વસત્તામૂળ ને સર્વસત્તાધીશ તો વડોદરા રાજ્યમાં શ્રીમન્ત મહારાજ સયાજીરાવ ગાયકવાડ જ છે. પણ મહારાજને હજી લોભ છે કે પશ્ચિમની સુધરેલી મહાપ્રજાઓ જેવી કાંઇક પોતાની પ્રજાને બનાવવી. એ લોકભદ્ર લોભમાં પ્રજાકલ્યાણની પ્રજાને આશા છે કે પ્રજાપ્રતિનિધિત્વનો મહામંત્ર હજી વધારે રાજકારભારમાં સત્કારશે. મહારાજે અને રમેશચન્દ્ર દત્તે પ્રજાપ્રતિનિધિત્વનાં વાવેલાં બીજને જલ સીંચવાં ને ઉછેરવાં એ વડોદરાના વર્તમાન તેમ જ ભાવી અમલદાર વર્ગ તેમ જ મન્ત્રીમંડલનો પ્રજાકલ્યાણનો પરમ કર્તવ્યધર્મ છે, ને તે તેઓ પાળશે એવી મહારજ અને ગુર્જર પ્રજા આશા રાખે છે.