પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
૭૭
 

કુન્દનને અગ્નિની જ્વાલા તાવે છે,
પુણ્યપ્રફુલ્લ પુરાણ સમયથી
આત્મકુન્દન પણ અગ્નિદેવ પરીક્ષે છે :
વીરા ! વિરાજો અગ્નિરાજના ઉછંગે.
ત્‍હમારી કુન્દન સમી કાયાની
થવા દ્યો બળીને ખાખ :
ત્‍હમારા આત્મતત્ત્વનાં કુન્દન પ્રકાશવા દ્યો.
માટીમાંથી મણિ મળશે,
અને ભસ્મમાંથી કુન્દન જડશે.
એ જ માર્ગ, એ જ માર્ગ :
શુદ્ધિઉન્નતિનાં વ્ર્ત સ્વીકારો.
શતશિખ અગ્નિદેવની પાંખ્ય ઉપર
વિહરો અનન્તતાની કુંજોમાં.
તેજ ત્‍હમે તેજભૂમિમાં પધારો,
કિરણની અમોલખ કણિકા ત્‍હમે
સૂર્યોના સૂર્યરાજમાં વિરામો.
વહ્નિરાજ વાદળમાં ભભૂકે છે,
ભભૂકો પ્રભુવિહારી ત્‍હમે પણ
વાદળ ફોડી વિભુ વિરાટપદમાં.
એ જ પુનિત શ્રેયસ પન્થ, વીર !
ત્ય્હાં જ મળશે વિશ્વરાજ મહારાજ :
ભસ્મમાં સ્મશાનની ભૂતપતિ,
અને ચિતા પાછળ સચ્ચિદાનન્દ.