પૃષ્ઠ:Chundadi.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


કૃષ્ણની જાને રૂડા ધોરીડાં શણગારો
ધોરીડે[૧] બબ્બે રાશું[૨]રે
મારા ગણેશ દુંદાળા

કૃષ્ણની જાને રૂડી વેલડિયું શણગારો
વેલડિયે દશ આંટા રે
મારા ગણેશ દુંદાળા

વાવલિયા વાવ્યા ને મેહુલા ધડૂક્યા
રણ રે વગડામાં રથ થંભ્યા રે
મારા ગણેશ દુંદાળા

તૂટ્યા તળાવર[૩] ને તૂટી પીંજણિયું[૪]
ધોરીડે તૂટી બેવડ રાશું રે
મારા ગણેશ દુંદાળા

ઊઠો ગણેશ ને ઊઠો પરમેશ
તમે આવ્યે રંગ રહેશે રે
મારા ગણેશ દુંદાળા

અમે રે દુંદાળા ને અમે રે ફાંદાળા
અમ આવ્યે તમે લાજો રે
મારા ગણેશ દુંદાળા

અમારે જોશે સવા મણનો રે લાડુ
અમે આવ્યે વેવાઈ ભડકે રે
મારા ગણેશ દુંદાળા

વીવા, અઘરણી[૫] ને જગનને[૬] જનોઈ
પરથમ ગણેશ બેસાડું રે
મારા ગણેશ દુંદાળા


  1. ધોરીડાઃ બળદ (સં૦ ધુરિન).
  2. લગામ (સં૦ ‘રશ્મિ’ ૫૨થી).
  3. થના ભાગો.
  4. રથના ભાગો.
  5. સીમન્ત (સં૦ ગૃહિણી).
  6. યજ્ઞ.