પૃષ્ઠ:Chundadi.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે




શણગાર


૧૧

એમ કરતાં લગ્નની કંકોતરી લખવાનો શુભ દિવસ આવી પહોંચ્યો. વ્યવહારની રીતિએ કન્યાના પિતાએ જ વેવાઈ પર સાદીસીધી કુંકુમપત્રિકા લખી કાઢી હશે. પરંતુ ગીત તો એમ ભાખે છે કે જાણે ખુદ કન્યાએ જ પોતાના રાયવરને – પોતાના સુંદર વરને ઘડીએ ઘડીએ' કાગળો લખ્યા કે વહેલો આવ! વહેલો આવ! મેં અધીરીએ આપણાં ઘડિયાં લગ્ન લેવરાવ્યાં છે. માટે વેલેરો આવ! વેળા વહી જશે!’ (હજુ પણ ઘણે સ્થળે કંકોતરી તો કન્યાના જ નામથી વર લખવામાં આવે છે.)

ઘડીએ ઘડીએ લાડણ વહુ કાગળ મોકલે
રાયવ૨, વે'લેરો આવ !
સુંદર વર, વે'લેરો આવ !
તારાં ઘડિયાં લગન, રાયવર, વહી જશે.

જવાબમાં પણ એવું જ કલ્પાયું કે પુરુષ મોંઘો થાય છે.

હું તો પાતરાં [૧]ને તોરણ નહિ પરણું[૨]
ઘડીએ ન મોડો પરણીશ !
ઘડીએ ન વે'લો પરણીશ !
આ ને ઘડીએ નાળિયેરી તોરણ નીપજે. - ઘડીએ

હું એક ક્ષણ પણ વહેલો-મોડો નહિ પરણું, માટે હમણાં ને હમણાં જ નવાં કિંમતી સાધનો વસાવી લેજે! આવી શેખીના જવાબમાં કન્યા પરિઘસ કરે છે:

  1. પાંદડાં.
  2. પાઠાન્તર, છબું ( અડકું )