પૃષ્ઠ:Chundadi.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દીકરી દેતું'તું કોણ !
જમાઈ કે'તું'તું કોણ!
તું તો દિનનો ઉપવાસી
તું તો વગડાનો વાસી
તારા પગડા ગ્યા ઘાસી
તારાં ઘડિયાં લગન
રાયવ૨ વહી જશે. - ઘડીએ૦

આટલી બધી બડાઈ શાનો કરે છે ! તને કન્યા દેતું જ કોણ હતું ! મારે સારુ આંટાફેરા ખાઈને તો તારા પગ પણ ઘસાઈ ગયા હતા. માટે ડાહ્યો થઈને જલદી જલદી આવી પહોંચ ! નહિ તો લગ્નનો કાળ ચાલ્યો જશે.

હું તો લાકડાને બાજોઠ નહિ પરણું
ઘડીએ ન મોડો પરણીશ !
ઘડીએ ન વે'લો પરણીશ !
આ ને ઘડીએ રૂપાના બાજોઠ નીપજે. - ઘડીએ૦

હું તો કચરાની ચોરી'એ નહિ પરણું
ઘડીએ ન મોડો પરણીશ !
ઘડીએ ન વેલો પરણીશ !
આ ને ઘડીએ ત્રાંબાની ચોરી નીપજે. - ઘડીએ૦

12

છાનાછાના કાગળો મોકલ્યાઃ તું જલદી આવ! તને બધી સગવડો કરી આપીશ. લાડડા! લાડડી છાના કાગળ મોકલે, વૈવારિયા વર વે'લો આવ્ય! ૨વળા મોઢાની રહ્યું લાગશે. લાડડી! હું કેમ આવું એકલો, મારા હાથીડા હોય કે હજાર ૨વળા મોઢાની રહ્યું લાગશે. તારા હાથીડા બંધાવું સામી ડેલીએ, તારા ઘોડલા બંધાવું રે ઘોડાર રવળા મોઢાની રહ્યું લાગશે. (સંસ્કૃત ચૉરી): લગ્નમંડપ નીચે રચવામાં આવેલો વાસણોના ચાર સ્થંભવાળો મંડપ. ચૂંદડી T]