પૃષ્ઠ:Dadajini Vato.djvu/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એવો મર્મ ગોઠવીને મનસાગરો રાજાની પાસે આવ્યો. આવીને કહે કે "ઊઠ ઊઠ હે રાજા! તને આજથી છ મહિને એ અપ્સરાની સાથે ચાર મંગળ ન વરતાવું તો તને ફાવે તે સજા કરજે."

રાજા કહે કે "માથું વાઢી લ‌ઈશ અને નવો ગઢ ચણાવી ગઢને કાંગરે કાંગરે તારા માથાની રાઈ રાઈ વાપરીશ."

મનસાગરો બોલ્યો કે "હવે માથું કાપ્યા પછી તારે ગમે તે કરજે ને! પછી મારે ક્યાં જોવા આવવું છે!"

રાજાએ તો પાણીબાણી પી, ચાર ચાર ફૂંક હોકાની લીધી. ત્યાં તો ધણણણણ! બાર બાર મૂઠ્યના કેફના તોરા ચડી ગયા. ડિલ કાંટે આવી ગયું. પછી દણણણણ! ઘોડે ચડીને પોતાની નગરીને માર્ગે મંડ્યા ઘોડા ફેંકવા! સાંજ પડ્યે મોરસર ભેળા થઈ ગયા.

દિવસ પછી દિવસ વીતવા લાગ્યા. પણ રાજાનો જીવ તો પાણીમાં માછલું તરફડે એમ તરફડતો હતો. રોજ ઊઠીને આજીજી કરે કે "હે મનસાગરા, હવે ક્યારે જાશું કનકાવતી?”

“રાજા વાજાં ને વાંદર્યાં, ત્રણે સરખાં! તમારે તો બાપુ, બીજો ધંધો જ નથી! કનકાવતી નગરી તે શું રસ્તામાં પડી છે? કોણ જાણે ક્યાં હશે?”

મનસાગરે ત્રણ ત્રણ મહિના સુધી ગોત કરી. પણ કનકાવતી નગરીનો પત્તો ક્યાંય મળ્યો નહિ. ત્રણ જ મહિના રહ્યા અને દિવસ તો નદીઓનાં પાણીને વેગે મંડ્યા વીતવા. હવે કરવું શું?

એક વાર મનસાગરો બજારમાં હાલ્યો જાય. ત્યાં તો જોગી ઓતરાખંડરો! કોઈક નાગડો બાવો : માથે વેંત વેંત લાંબા પીંગલાં લટુરિયાં ફરકે : ઘેરી ઘેરી આંખડીઓ : આખે ડીલે ભભૂતના થર : એક હાથમાં ચીપિયો, અને બીજા હાથમાં ખપ્પર લઈને 'આલેક! આ....લેક!' કરતો ચાલ્યો આવે છે.

મનસાગરો બોલ્યો: "બાવાજી, નમો નારાયણ!”

“નમો નારાયણ, બચ્ચા! લેકિન કુછ ગાંજા નહિ, સૂકા નહિ, કુછ નહિ.”

મનસાગરે ગાંજાની કળીઓ વીણી, પાણી નાખીને હથેળીમાં ચોળી, ચલમમાં ભરીને બાવાજીના હાથમાં આપી, ચકમક ઝેગવીને દેવતા ચલમ ઉપર ધર્યો. ત્યાં તો બાવાએ -

આલેક ગરનારી દુલા
ભેજ ગાંજેકા પુલા
નજર કરે કરડી
સો મરે ટાંગા ઢરડી
સૂકા સાપ
ગાંજેકા બાપ
કડકડતી કાળકા