પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

१२ जुलाई – આશરે બે હજાર જેટલાં મરજિયાત રજિસ્ટરો જોહાનિસબર્ગની જાહેર સભામાં બાળવામાં આવ્યાં.
२२ जुलाई – રોડેશિયામાં થયેલા સખત એશિયાટિક કાયદાને રાજાની મંજૂરી નથી આપી શકાતી એવો વડી સરકારનો તાર લૉર્ડ સેલબોર્ન ઉપર આવ્યો.
२२ ऑगस्ट – મરજિયાત રજિસ્ટરને કાયદેસર ગણવાનો તથા બીજા હિંદીઓને રજિસ્ટર કરવા બાબતનો કાયદો ટ્રાન્સવાલ પાર્લમેન્ટમાં બંને હાઉસમાંથી પસાર થયો.
३० ऑगस्ट – પ્રિટોરિયાની જાહેર સભામાં બીજા ૨૦૦ જેટલા મરજિયાત પરવાના બાળ્યા.
७ सप्टेमबर – ગાંધીજી વૉલક્રસ્ટમાં પકડાયા અને એક અઠવાડિયા પછી કેસ ચાલ્યો તેમાં તેમને બે માસની સખત મજૂરીની જેલ મળી.
९ नवेम्बर – આજથી પાંચ દિવસમાં રર૭ હિંદીઓ જેલમાં ગયા હતા. તેમાં ઘણા તો હિંદુ તથા મુસલમાન વેપારી હતા. આ સંખ્યામાં ૬૪ જોહાનિસબર્ગના, ૯૭ જર્મિસ્ટનના અને ૬૦ પ્રિટોરિયાના હતા.
१४ नवेम्बर – આ અઠવાડિયામાં રર૭ હિંદીઓ જેલમાં ગયા. હતા. આ સંખ્યામાં ૬૪ જોહાનિસબર્ગ, ૯૭ જર્મિસ્ટન, ૬૦ પ્રિટોરિયા અને ૬ બીજી જગ્યાએથી હતા.
१७ नवेम्बर – પ૩ તામિલો ફેરી કરતાં પકડાયા અને તેમને સાત દિવસની જેલ મળી.
२२ नवेम्बर – કલકત્તામાં મિ. અબ્દુલ જબરના પ્રમુખપણા નીચે સત્યાગ્રહીઓ તરફ દિલસોજી બતાવવાને એક મહાસભા મળી.
१३ डिसेम्बर – ગાંધીજી બે માસની બીજી વખતની જેલ પૂરી કરી છૂટયા.

૧૯૦૯

९ जान्यूआरी – ડરબનમાં मरक्युरीના પ્રતિનિધિએ ગાંધીજીની મુલાકાત લીધી. તેમાં તેમણે જણાવ્યું કે ટ્રાન્સવાલમાં લગભગ બે હજાર હિંદી જેલ જઈ આવ્યા છે.