પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

१५ जान्युआरी – ગાંધીજી નાતાલથી વૉલક્રસ્ટ જતાં ત્રીજી વાર પકડાયા. થોડાં અઠવાડિયાં પછી કેસ ચાલ્યો તેમાં ત્રણ માસની સજા મળી. તે જ દિવસે હમીદિયા સોસાયટીના ઉપપ્રમુખ શ્રી ઉમરજી સાલે, જેમની ઉંમર ૬૫ વર્ષની હતી તેમને તથા મિ. ડેવિડ અર્નેસ્ટ વગેરે જાણીતા હિંદીઓને ત્રણ ત્રણ માસની સજા થઈ.
२९ जान्युआरी – ક્રૂગર્સડોર્પમાં ખોલવડ કૉન્ફરન્સ મળી, તેણે કોઈ પણ જાતનાં લાઈસન્સ નહીં કઢાવવાનો અને દુકાનો સંકેલી ફેરી કરી જેલ જવાનો ઠરાવ કર્યો.
६ फेब्रुआरी – ટ્રાન્સવાલની મિ. હૉસ્કેનની કમિટીએ હિંદીઓને રાહત આપવાની બાબતનો લંડન टाईम्सને કાગળ લખ્યો.
१० फेब्रुआरी – રોડેશિયાનો સરકારી કાયદો વડી સરકારે નામંજૂર કર્યો.
१२ फेब्रुआरी – પારસી રુસ્તમજી અને બીજા કેટલાકને છ છ માસની જેલ મળી.
६ मार्च – બૉક્સબર્ગ, નૉરવુડ, બ્લૂમફ્રોન્ટીન, બાર્બરટન, ક્રૂગર્સડોર્પમાં લોકેશનો સ્થાપવાની હિલચાલ ગોરાઓએ ઉપાડી.
१० मार्च – ડેલાગોઆ બેને રસ્તે સત્યાગ્રહી કેદીઓને દેશપાર કરી હિંદુસ્તાન મોકલી દેવાનું શરૂ થયું.
१२ मार्च – પ્રિટોરિયામાં મિસિસ પિલ્લેના કેસમાં ગાંધીજીને હાથમાં હાથકડી નાખીને કોરટમાં લઈ જવામાં આવ્યા.
४ एप्रिल – તા. ૧૪ સપ્ટેમ્બરથી તા. ૧૭ માર્ચ સુધીમાં થયેલાં લખાણ વગેરેની બલ્યુ બુક વડી સરકારે બહાર પાડી.
३० एप्रिल – શ્રી કાછલિયા અને બીજા અઢાર સત્યાગ્રહીઓ જેલ પૂરી કરી છૂટચા.
४ मे – સત્યાગ્રહી હિંદીઓને જેલમાં ધી આપવા માંડયું.
२४ मे – ગાંધીજીને ત્રીજી વખત ત્રણ માસની જેલ મળી.
७ जून – જર્મિસ્ટનમાં ગોરાઓની લિટરરી અને ડિબેટિંગ સોસાયટીમાં ગાંધીજીએ 'સત્યાગ્રહની નીતિ' એ વિષય ઉપર જાણવા લાયક ભાષણ આપ્યું.