પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૭
વેપારની ભાંજગડો



હું જાણતા હતા કે, આખી લેાનનાં કે મારા હિસ્સાનાં નાણાં હું માન કંપનીને આ દિવસમાં આપી શકું, એવી મારી સ્થિતિ નથી. વળી એ એકલી લેાનનેજ વિચાર કરવાના નહેાતા; પણ. ત્યાર પછી બીજી અડધા ડઝન લેાને પાકવાની હતી, તેમને પણ વિચાર કરવાના હતા. મિ. સ્કાટ અને મારીવચ્ચેને ધંધાને લગતા સબંધ તૂટવામાં આ પ્રસંગે બીજું કારણ પૂરૂં પાડયું હતું. નાણાંસંબંધી જે મુશીબતેા મતે આજસુધીમાં નડી હતી તે પૈકી આ ગુંચવણાએ મને અતિશય દુઃખી કર્યો હતો. આ બનાવ પછી થોડાજ સમયમાં એ કંપની ઉપર આફતને ડુંગર તૂટી પડયા અને લેાકા જેમને અત્યંત બાહેાશ અને સમ માનતા, તેમની પડતીની વાત સાંભળી લેાકા આશ્ચર્યચકિત થયા. હું ધારૂં છું કે, મિ. સ્કોટ- નું અકાળમૃત્યુ આ નામેાશીને આભારી છે. તેમનુ મૃત્યુ ઈ. સ. ૧૮૮૧ ના મે માસની ૨૧ મી તારીખે થયું હતું. એ અભિમાની નહિ, પણ લાગણી - વાળેા પુરુષ હતા; અને ભાવી પડતીએ તેમના હૃદય ઉપર જખરા ઘા કર્યાં. એ સાહસના બીજા ભાગીદાર મિ. ભેંક મેનસ અને મિ. બેડ પણ તરતજ ચાલતા થયા. આ એ માણસા મારી માફક કારખાનના માલીકા હતા અને રેલ્વે બાંધવાનું તેમનું બીલકુલ ગજી નહેાતુ. રાજગારમાં પડેલા માણસના માર્ગમાં માથે જવાબદારી આવી પડે એવાં લખત ઉપર સહી કરી આપવાના જેવાં ભયકર ખડક બીજા એકેય નથી હેાતાં. તેમાંથી જે મુક્ત રહેવું હાય તે તેણે પેાતાની જાતને નીચેના એ પ્રશ્ન પૂછવાઃ-(૧) આ લખતની રૂઇએ, મારે માથે જે જવાબદારી આવી પડે તે કાઇ પણ જાતની અગવડ વેયા સિવાય પૂરેપૂરી અદા કરી શકાય એવી સ્થિતિમાં હું છું ? (૨) જે મિત્રના ઉપરની લાગણીને લીધે હું જામીન થવા માગું છું તેની ખાતર એ રકમ ગુમાવવા--લખી વાળવા હું તત્પર છું ? આ એ પ્રશ્નોને જવાબ જો હકારમાં આપી શકાય, તાજ એને પેાતાના મિત્રના ઉપર ઉપકાર કરવાની છૂટ છે; નિહ તે, જો તે ડાહ્યો માણસ હેાય, તે તેણે તેમ કરવું જોઇએ નહિ; અને જો તે પહેલા પ્રશ્નને જવાબ હકારમાં આપી શકે, તે તેણે ખીો વિચાર એ કરવા જોઇએ કે, જે રકમના સબંધમાં મારી જામીનગીરી માગવામાં આવે છે, તે પૂરેપૂરી રકમ હાલ તુરતજ ભરપાઈ કરી દેવી, એ વધારે સારૂં નથી ? મારા અભિપ્રાય મુજબ એમ કરવું એજ વધારે સારૂં ગણાય. માણસને માથે જ્યાંસુધી દેવું હાય, ત્યાંસુધી તેણે પેાતાની પુંછને પેાતાના લેણદારાના તરફની ટ્રસ્ટની મિલ્કત, પવિત્ર થાપણ, સમજીને તેને હાથ અડકા- ડવા જોઇએ નહિ. Gandhi Heritage Portal