પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૪
દાનવીર કાર્નેગી



ધીમેથી કહ્યું: ( પણ તે મેં સ્પષ્ટરીતે સાંભળ્યું હતું.) ‘ આપણી બધી કારીગરી ઉંધી વળી ! એમજ થયું હતું; પણ તે સીધા હુમલાથી નહિ પણ હિકમત વાપરીને કરવામાં આવ્યું હતું. મહાજનના અધિકારીએને જો મે સહી કરવા દેવાની ના પાડી હાત તે તેમને કર્યાદ ઉઠાવવાનુ કારણ રહેત અને લડાઇ ઉભી કરવાનું બહાનું મળત; પણ મેં તેમને તેમ કરવા દીધું એટલે પછી અમેરિ- કાને દરેક સ્વત્રંત શહેરી પેાતાના તરફથી પેાતે સહી ફરે, એવી મારી સરળ અને સીધી માગણીને તેમનાથી અસ્વીકાર શી રીતે કરી શકાય ? મને એમ યાદ છે કે, મહાજનના અધિકારીએ.એ સહીએ કરીજ નહેાતી, પણ કદાચ કરી પણ હાય. દરેક માણસની સહી લેવાનુ થયુ એટલે પછી તેમને સહીએ કરવાનું પ્રયેાજન કયાં રહ્યું.? વધારામાં, મજુરાને એમ લાગ્યું કે, દર નક્કી કરવામાં મહાજન કઈ કરી શકયુ નહેાતુ, એટલે તેમણે લવા- જમ આપવાનું બંધ કર્યું અને મહાજન તૂટી ગયું. પાછળથી એનુ સ્તત્વ કોઇ વખત જણાયું નથી. ( આ વાત ઈ સ૦ ૧૮૮૯ માં બની. આજ તેને ૨૭ વરસ થઇ ગયાં છે, છતાં હજીએ દરમાં કદી ફેરફાર કરવામાં આવ્યા નથી. એ વાત મન્નુરાના હાથમાં હાય તેપણ તેએ તેમ કરવા માગેજ નહિ. મેં તેમને જણાવ્યું હતું તેમ એ દર તેમને લાભકારક છે. ) જ્યારે મજીરવની મે જે સેવા કરી છે, તેમાં ચઢઉતરને દર દાખલ કર- વાનુ કામ પહેલે નખરે આવે છે. એનાથી મુઢી અને મજુરીના પ્રશ્નનું નિરા- કરણ થઇ જાય છે; કેમકે એ તેમને સુખમાં અને દુ:ખમાં; આબાદીમાં અને સદીમાં-બન્નેમાં ખરેખરા ભાગીદાર બનાવે છે. વીસ વરસ ઉપર પિટસબ- માં વાર્ષિક દર પ્રચારમાં હતા, પણ એ વ્યવસ્થા સારી નથી, કેમકે તેમાં અન્ને પક્ષને લડાઇમાટે તૈયારી કરવાની તક મળે છે. તેને બદલે મુકરર કરેલા દરની અવધ નહિ હરાવવાથી બન્નેને લાભ છે. દરેક પક્ષને તેમાંથી છૂટા થવા માટે છ માસ કે એક વર્ષની મુદતની નેટીસ આપવાની છૂટ આપવી એટલે તે ઘણું કરીને ઘણાં વર્ષ સુધી કાયમ રહેશે. મુડી અને મજુરી વચ્ચેના કજીઆનાં સ્વરૂપ કેટલીક વખત નજીવી બા- બતાને લીધે કેવાં બદલાઈ જાય છે, તે બતાવવા માટે બે દાખલા રજુ કર- વામાં આવે છે. દેખાવમાં કાઈ રીતે મહત્ત્વના નહિ એવા બનાવાને લીધે બન્ને દાખલામાં કજીઆની પતાવટ સમાધાનીથી કરવામાં આવી હતી. એક વખત મજુરાએ ગેરવાજબી માગણી કરી હતી, તે ઉપરથી તેમને સમજા- વવા માટે હું એમની કમીટીને મળવા ગયેા. મને એવી બાતમી મળી હતી