પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૮
દાનવીર કાર્નેગી



વખતના જેવા પ્રતિતિ અને વિદ્વાન પુરુષા હાજર હેાય એવી કેાઇ મીજલસ- માં ભાગ્યેજ હાજરી આપી હશે. આ મેળાવડા અજબ તરેહતા હતા. ઉત્તમ ઉત્તમ વિદ્યાનેએ તેમની જે પ્રશસા કરી તે અપૂર્વ હતી, પણ અપૂર્વતાની પરાકાષ્ઠા તે ત્યારે આવી હતી કે જ્યારે હેરી વાઈખીચરે પોતાના ભાષણની સમાપ્તિ કરતાં તેમના તરફ ફરી આ પ્રમાણે કહ્યું:- મારા ભૌતિક દેહમાટે હું મારાં સાતિપતાના ઋણી છું; પણ મારા માનસિક દેહમાટે હું તમારા ઋણી . ખરી કટોકટીના પ્રસંગે કીચડ અને કાદવવાળા પ્રદેશ એમળ ગી જવાને સહીસલામત માર્ગ બતાવનાર તમેજ હતા; તમે મારા ગુરુ હતા. 53 આ શબ્દો પૂર્ણ ગંભીરતાપૂર્વક ધીમેથી ખે*લવામાં આવ્યા હતા. આવી ઉંડી લાગણી પહેલાં કદી મારા જેવામાં આવી નહેાતી. ઉપકાર નીચે દબાયલા ઋણી પુરુષના એ ઉદ્દગાર હતા એમ સ્પષ્ટ સમજાતું હતું. ત્યાર- પછી મિ. બીચરે ઉત્ક્રાન્તિવાદ ( ઈવૅલ્યુશન ) ના સંબંધના પેાતાના વિચારા દર્શાવનારી વ્યાખ્યાનમાળા શરૂ કરી. આ વ્યાખ્યાતાની સમાપ્તિ કેવી રીતે થાય છે તેની બહુ ઈંતેજારીપૂર્વક રાહ જોવાતી હતી; કેમકે સ્પેન્સરને તેમણે પેાતાના ગુરુતરીકે સ્વીકાયા હતા, તેથી ધર્મ સમાજનાં મડળેામાં બહુ ચર્ચા ઉભી થઇ હતી. મને જો બરાબર યાદ હોય તેા છેવટના લેખમાં તેમણે એમ પ્રતિપાદન કર્યું હતું કે, જો કે હું ડાર્વિનના ઉત્ક્રાન્તિવાદને અમુક હદસુધી સ્વીકારૂં છું, તે પણ હું એમ માનુ હ્યું કે મનુષ્ય જ્યારે મનુષ્યતરીકેની ઉંચામાં ઉંચી પાયરીએ પહેાંચ્યુ, ત્યારે જન્મયતાએ એનામાં પેાતાના ઈશ્વરી અશ ( હાલી સ્પિરિટ )નો સંચાર કર્યો અને તેમ કરી તેને તેણે દૈવી મડળમાં લઇ લીધું. પોતાના ઉપરની ટીકાને તેમને જવાબ આ પ્રમાણેના હતાઃ- સ્પેન્સર યાંત્રિક કરામતાના સબંધમાં ઘણે! રસ લેતેા. મારી સાથે અમારા કારખાનાંની મુલાકાત લેતાં તેમાં દાખલ કરવામાં આવેલી નવી નવી હિક- મતે જોઇ તેમના ઉપર ભારે અસર થઇ હતી; અને પાછલાં વર્ષોમાં એ હિક- મતાને ઉદ્દેશીને ખેાલતાં તે એમ જણાવતા કે અમેરિકાના લોકોની શોધક અદ્ધિ અને સાહસવૃત્તિના સંબંધમાં મેં જે અટકળ બાંધી હતી તે એ હિકમ- તાએ ખરી પૂરવાર કરી છે. અમેરિકામાં પ્રેમને જે સત્કાર થયેા હતા તેથી એમને ઘણા સતેાષ થયા હતા એમ સ્પષ્ટ સમજાતું હતું. દરિયા દેખી એમને ઘણી શાંતિ મળતી, તેથી સમુદ્રની ઝાંખી હમેશાં થયાં કરે એ હેતુથી એ બ્રાઇટન રહેવા ગયા, ત્યાર પછી હું પણ જ્યારે જ્યારે ગ્લાંડ જતા, ત્યારે ત્યારે તેમને મળી આવ્યા વગર રહેતા નહિ. એ પ્રત્યેક કાર્યોનું અને પ્રત્યેક શબ્દનુ–ગમે તેવા ક્ષુલ્લકનું પણુ-કાળજીપૂર્વક Ganum