પૃષ્ઠ:Darshanika.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

4/25/2021 દશ નિકા ખંડ ૨ મૃત્યુ નહિ હોય તો માનવી જગતમાં - કેમ જાણે જીવનની અમીરી ? મૃત્યુ વિણ કેમ સમજી શકે માનવી - જીવન ભરતી જગતની ફકીરી ? જન્મ જેના થી મૃત્યુ પણ તેહનું : | મૃત્યુ વિણ જન્મ પણ હાય કયાંથી ? જગતનું સર્વ અસ્તિત્વ અટકી પડે, જે રમે ત્યાં ન એ યુગલ સાથી ! તે પછી મૃત્યુથી હાય ડરવું કશું ? મૃત્યુ છે જીવનને અંત મીઠે ; દેહધારી જીવે દેહમાં રહી કદી નહિ અનંતત્વને પંથ દીઠે ; છે ઉષા દિવ્ય સૌંદર્યભર દીપતી, તો ન સંધ્યા કમી તેથી લાગે ઃ જીવનની છે લીલા જન્મ ને મૃત્યુમાં ; માનવી મૃત્યુથી શીદ ભાગે ? મૃત્યુનું નૃત્ય ૭૦ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 20150