પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૫
કાઠિયાવાડનાં સ્મરણો


એમ જ છે.

એમ હો યા ન હો પણ હું તો બાપની ભૂમિ છે એમ સમજીને ભાવનગરમાં બેસી ગયો ને આશાના મહેલ ચણ્યા. એકે આશા નિષ્ફળ ન ગઈ. ઘણા ઠરાવો કરવાના સ્વાગતકારિણી સમિતિએ તૈયાર કરી રાખ્યા હતા. તે બધા મેં તો ઉડાવી જ દીધા ગણાય. એ ઠરાવોને ખેંચી લેવાનું મેં સૂચવ્યું તે કંઈ બધાને ગળે ઊતર્યું ન હતું. પણ સમિતિએ તે સલાહ સ્વીકારી લીધી.

રેંટિયો

મતાધિકારમાં રેંટિયાને સ્થાન અપાશે એવું ધારીને હું ભાવનગર નહોતો ગયો. તેથી રેંટિયાનો ઠરાવ જોઈ હું તો રાજી જ થયો. તેમાં કેટલુંક વધારેપડતું હતું. બધા સભ્યોએ દર વર્ષે રૂા. ૫૦ની ખાદી ખપાવવાની વાત હતી ને કાર્યવાહક સમિતિના સભ્યોએ રૂા. પ૦૦ની ખાદી ખપાવવાનું હતું. મેં એ સૂચના ખેંચી લેવા સૂચવ્યું. એટલે સુધી સભ્યો જવાબદારી લે તો તો આપણે પરદેશી કાપડનો બહિષ્કાર વિનાવિલંબે કરી શકીએ. પણ જેમાં બીજાની મદદની જરૂર પડે એવી વસ્તુ મતાધિકારમાં નાખવાથી તેની અસાધારણતાનો નાશ થાય.

પણ જોકે મતાધિકારમાંથી તે કાઢી નાખેલ છે. તોપણ જેઓથી ખાદીપ્રચાર થઈ શકે તેઓ તો કરશે જ. વિષયવિચારિણી સમિતિમાં ચર્ચા થઈ તે મને તો અતિશય પ્રિય લાગી. સહુએ પોતાના અભિપ્રાય નીડરતાથી દર્શાવ્યા. મેં જોયું કે કાંતવાની વિરુદ્ધ મત દર્શાવનારો વર્ગ ઠીક હતો. પણ તેમની દલીલ ઘણા મોટા સમુદાયને પસંદ ન પડી. અહીં સ્વરાજવાદી અને નાફેરવાદી એવા વર્ગ તો હતા જ નહિ. એટલે કાંતવાના