પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૧
ચક્રવર્તી અને માંડલિક

રિપોર્ટ છતાંયે જો બ્રિટિશ હિંદુસ્તાન ખરું સ્વરાજ પામશે તો દેશી રાજ્યોએ તેને મને કમને અનુસરવું પડશે.

૨. “દેશી રાજ્યોવાળાઓને ઘણાને એમ લાગે છે કે બ્રિટિશ હિન્દને મુકાબલે દેશી રાજ્યોનો સડો અને સિતમ અનેકગણો વધારે અને અમર્યાદ છે. જો આપ બ્રિટિશ રાજ્યનો નાશ કરવા ઇચ્છતા હો, તો તો આપે દેશી રાજ્યોનો તો વહેલો નાશ ઇચ્છવો જોઈએ. આપ દેશી રાજ્યોના રાજાઓના ઘણા જુલમો અને સ્વેચ્છાચારોની વાતો નથી જાણી શકતા, તેથી આપને દેશી રાજ્યોની આજની સ્થિતિ સામે જોઈએ તેટલો રોષ નહિ થતો હોય. આ વાત બરાબર છે ”

મને લાગે છે કે દેશી રાજ્યોના સડા સારી પેઠે જાણું છું. પૂર્વે તેઓ ગમે તે કરી શક્યા હોય, આજે તો તેઓ પોતાના સડાને કેવળ ચક્રવર્તીની છાયા નીચે સેવી રહ્યા છે. સરદારની હયાતી છતાં ગુલામના દોષોને નોખા ગણાવી શકાય નહિ. ભાઈ કકલભાઈ પોતે દેશી રાજ્યોના સડાને જાણે છે તેના કરતાં સામ્રાજ્ય વધારે જાણે છે એમ ખચીત વિશ્વાસ રાખે. કકલભાઈ બે આંખે જુએ છે, સામ્રાજ્ય હજાર આંખે જુએ છે. એમ છતાં દેશી રાજ્યોના સડા તે સહન કરે છે એટલે તે તેણે પોતે કર્યા બરાબર છે. આ પ્રસિદ્ધ વાત છે કે જે કુકર્મ કરવાની સામ્રાજ્યને શરમ કે બીક લાગે છે તે તે દેશી રાજ્યો મારફત કરાવે છે. કાયદો કહે છે કે એલચીએ કે ગુમાસ્તાએ કરેલા કામને સારુ મુખી કે શેઠે જવાબદાર છે. ઉદ્યોગમંદિરને કોઈ કંઈ ચોરે ને હું તે સાંખી લઉં એટલે તે પાપ મેં કર્યા બરાબર છે.

૩. “બીજા પ્રશ્નના જામમાં આપ કદાચ એમ કહો કે બ્રિટિશ સલ્તનત હયાત છે માટે જ, તેના આશ્રય નીચે જ, દેશી