પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૧
દેશી રાજ્યો વિષેનો ઠરાવ

દેશી રાજ્યોમાંથી આવેલા સભ્યોને સંતોષ આપવા સારુ એમાં સહેજ સુધારો કરવો પડ્યો. તે છતાં એ મિત્રોને સંતોષ


    પર આધાર ન રાખે તો તે જલદી આગળ વધે અને તેનો પાયો વિશાળ અને એવો સંભવ છે. મહાસભા એવી હિલચાલોને આવકાર આપે છે, પણ સ્વાભાવિક રીતે અને અત્યારના સંજોગોમાં સ્વતંત્રતાની લડત ચલાવવાનો બોજો દેશી રાજ્યોની પ્રજા પર પડવો જોઈએ. શાંતિમય અને વાજબી સાધનો વડે ચલાવેલી એવી લડતોને મહાસભા પોતાનો સદ્‌ભાવ અને ટેકો હંમેશાં આપશે, પણ એવી સંસ્થા તરીકે આપેલી મદદ અત્યારની પરિસ્થિતિમાં નૈતિક ટેકા અને સહાનુભૂતિ જેટલી જ હોય એ અનિવાર્ય છે. પણ મહાસભાવાદીઓને વ્યક્તિગત રીતે પોતાની જવાબદારી પર વધારે મદદ આપવાની છૂટ રહેશે. આ રીતે એ લડત મહાસભાના તંત્રને સંડોવ્યા વિના, અને બહારના વિચારોથી અલિપ્ત રહીને, નિર્વિઘ્રપણે વિકસી શકશે.
    તેથી આ મહાસભા ફરમાન કરે છે કે, અત્યારે દેશી રાજ્યોમાંની મહાસભા સમિતિઓ મહાસભાની કાર્યવાહક સમિતિનાં દેખરેખ અને અંકુશ હેઠળ કામ કરે; અને ધારાસભાને લગતી પ્રવૃત્તિમાં ન પડે અથવા તો મહાસભાને નામે કે તેના આશ્રય નીચે સત્યાગ્રહ કે સવિનય ભંગ ન આદરે. દેશી રાજ્યોની પ્રજાની અંદરની લડતો મહાસભાને નામે ન ઉપાડવામાં આવે. એ કામને સારુ દેશી રાજ્યોની અંદર જ સ્વતંત્ર સંસ્થાઓ શરૂ કરવી જોઈએ, અથવા જ્યાં અત્યારે પણ હસ્તીમાં હોય ત્યાં ચાલુ રખાવી જોઈએ.
    મહાસભા દેશી રાજ્યની પ્રજાને ખાતરી આપવા ઇચ્છે છે કે મહાસભા એ પ્રજાના પક્ષમાં જ છે, અને તેમની સ્વતંત્રતાની હિલચાલમાં સક્રિય અને સતત રસ લેશે અને સહાનુભૂતિ રાખશે. તેને વિશ્વાસ છે કે દેશી રાજ્યોની પ્રજાની મુક્તિનો દિવસ બહુ દૂર નથી.