પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩
અધીરું કાફિયાવાડ

ક્ષણમાં ઊભરાઈ ક્ષણમાં શમી નહાતો જતો. મોર જેવો બહારવિટયો વરસો લગી એકલો ઝૂઝ્યો. આ બધા તુચ્છ સ્વાસ્થને સારુ લડ્યા હતા. કાઠિયાવાડની પ્રજાસમસ્તના દુઃખનો ભાર ઊંચકનારા સત્યાગ્રહીઓના શાંત ને નિર્મળ આગ્રહનું માપ કેટલું બધું વધારે હોવું જોઈએ એની ત્રિરાશી તેઓ જ કરીને ટીકાકારને જવાબ આપે.

‘પણ પટ્ટણી સાહેબનો હુકમ તો જુઓ. એક કલમ ચલાવીને દસવીસ નવા ગુના પોતાના જોહુકમી કાયદામાં દાખલ કરી દીધા. આ કૃત્રિમ ગુનાઓને સારુ છ છ મહિનાની સજા! આમ જાદુઈ આંબાની માફક તો સરકાર પણ કાયદા નથી કરી શકતી. આવો હડહડતો જુલમ થાય તે છતાં સત્યાગ્રહ ન કરવો તે સોનગઢમાં પરિષદ ભરવી એ ક્યાંનો ન્યાય ?’ આવી પણ દલીલ થઈ રહી છે, તેમાં રહેલો દોષ દેખીતો છે; જો આપણે એ કાયદાની સામે સત્યાગ્રહ કરવો હોત તો એ કાયદો જરૂર સત્યાગ્રહ કરવા યોગ્ય છે. આપણે તો પરિષદ બાબત સત્યાગ્રહ કરવાની વાત છે. પરિષદ ભરવાના ગુનાને સારુ ફ્રાંસીનો હુકમ કાઢે તોયે સત્યાગ્રહીનું રૂવાડું ન હલે, એવો હુકમ કાઢનાર લજવાય એ ખરું. ઉપલા હુકમને સારુ પટ્ટણી સાહેબને વગોવવાનું મંડળ કાઢીએ ન તેમાં કેવળ સત્યાગ્રહી ગાળો જ ભાંડવાનો નિયમ કરવામાં આવે તો હું પણ તેમાં મારું નામ નોંધાવું. હું અવશ્ય માનું છું કે એ હુકમ બેહુદો છે. જો ભાવનગરના ફોજદારી કાયદામાં પરિષદ ભરવી એ ગુનો ન હોય તો તેમણે પોતાની નોકરી ખોઈને પણ ભરવા દેવી જોઈતી હતી. સ્વેચ્છાચારી કાયદા ઘડવા એ કઈ પટ્ટણી સાહેબની જ ખાસિયત નથી. એ તે। કાઠિયાવાડના વાતાવરણમાં