પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૪
દેશી રાજ્યોનો પ્રશ્ન

તોપણ કશી કડવાશ નહિ થવા પામે અને કોઈ વિચાર, વાણી કે વર્તનથી હિંસા નહિ કરે.

અંતમાં છાપાંના ખબરપત્રીઓનો હું આભાર માનવા ઈચ્છું છું. આ બધા ચિંતાભર્યાં દિવસો દરમ્યાન તેઓ મારી સાથે રહ્યા છે. તેમને સારુ હું મગરૂર છું. છાપાંવાળાની સર્વોત્તમ પરંપરાને તેમણે દીપાવી છે. તેમણે ધાંધલિયા બની ભાતભાતના ગપગોળાના બજાર ન ખોલતાં સંગાથી શાંતિદૂત તરીકે કામ કર્યું. તેમણે મારી વધુમાં વધુ અનુકૂળતા સાચવી. મને ક્યારેય સંતાપ્યો નહિ.

મારી દાક્તરી સંભાળ લેનારા મિત્રોનો પણ હું જાહેર રીતે આભાર માનું છું. તેમણે વગરઆનાકાનીએ મારી સારવાર કરી છે.

પ્રાર્થનામાં માનનારા તેમની પ્રાર્થનાઓ ચાલુ રાખશે એવી ઉમેદ રાખું છું. એક રીતે જોતાં મારું કામ હવે જ શરૂ થાય છે. હું વળી પાછો દુન્યવી જીવનની ભૂમિકા ઉપર આવું છું. મારે નાજુક વાટાઘાટો ચલાવવી રહી છે. જે ચોમેરના સદ્‌ભાવથી હું અત્યારે નાહી રહ્યો છું તે હું ગુમાવવા માગતો નથી.

હું ઠાકોર સાહેબનો વિચાર કરું છું, દરબારશ્રી વીરાવાળાનો વિચાર કરું છું. મેં તેમના પર ટીકા કરી છે, તે કેવળ મિત્રભાવે કરી છે. હું ફરી વાર કહું છું કે ઠાકોર સાહેબ પ્રત્યે મને એક પિતાના જેવો જ ભાવ છે. તેમના પ્રત્યે મેં મારા રખડુ પુત્ર પ્રત્યે કર્યું છે તે કરતાં કશું વધારે નથી કર્યું. તેમની આંખ આગળ જે કંઈ બની ગયું તેનું મહત્ત્વ બેઉ જણ સમજે એમ ઇચ્છું છું. અને મેં જે કંઈ