પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૩
રાજકોટની પ્રજા પ્રત્યે

કોઈના હક ઉપર ચડાઈ કરીને પ્રતિષ્ઠા ન મેળવી શકે. તેની પ્રતિષ્ઠા તેના સાર્વજનિક હિત સાધવાના સતત પ્રયત્નમાં રહેલી છે.

ગરાસિયા મંડળનું અધિવેશન હાલ ચાલે છે. આજે તેનું સરઘસ નીકળ્યું હતું તે મારી પથારી ઉપરથી હું જોઈ શક્યો હતો. તેઓનાં સૂત્રવાક્યો મને કોઈ સ્વયંસેવકે આપ્યાં છે. તે સરસ હોવાથી અહીં ઉતારું છું :

૧. કેળવણી, દારૂનિષેધ ને સાદાઈ ને આચરણમાં મૂકો.
૨. ગિરાસદારો રચનાત્મક કામમાં માને છે.
૩. મારું એટલું સારું નહિ માનતાં સારું એટલું મારું માનતાં શીખો.
૪. ખોટી મોટાઈ, ઈર્ષ્યા ને કુવ્યસનને તિલાંજલિ આપો.
૫. કોઈના હક ઉપર આક્રમણ કરવું એ અમારો ઉદ્દેશ નથી.
૬. દુઃખીનું રક્ષણ કરવું એ અમારો ધર્મ છે.
૭. ક્ષમા વીરસ્ય ભૂષણમ્‌
૮. બોલ બોલ અમૂલ રે, બીન સોચે મત બોલ.
૯. મુક્ત થવા મર્દ બનો.

એ પ્રમાણે ચાલવાનું મંડળના સભ્યોને બળ મળો.

આટલું બધું રચનાત્મક કાર્ય તો જ થઈ શકે જો રાજકોટના લાયક નવયુવકો અને યુવતીઓ તે હોંશે ઉપાડી લે. તેઓમાં આવા કામને વિષે શ્રદ્ધા હોવી જોઈએ. મૂક સેવાની ટેવ આપણામાં બહુ ઓછી છે. એ ટેવ પાડવી જોઈએ. આવી મૂક સેવા કરનારની મંડળી મેં ગઈ કાલની સભામાં માગી. તેઓનાં નામ મને મળ્યાં છે. જો એઓ મન વાચા