પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૭૧
માફીનો એકરાર

ગયા માસની ૨૪મી તારીખે કલકત્તા જતી વેળાએ મેં કહ્યું હતું કે રાજકોટ મારે સારુ કીમતી પ્રયોગશાળારૂપ નીવડ્યું છે. આનો છેલ્લો પુરાવો હું અત્યારે જે પગલાની જાહેરાત કરી રહ્યો છું તેમાં રહેલો છે. સાથીઓ જોડે પૂરી ચર્ચા કર્યા બાદ આજે સાંજના છ વાગ્યે હું એવા નિર્ણય ઉપર આવ્યો છું કે રાજકોટ પ્રકરણમાં હિંદના વડા ન્યાયાધીશને હાથે મળેલ ચુકાદાના લાભ મારે છોડી દેવા.

હું મારી ભૂલ જોઈ શક્યો છું. મારા ઉપવાસને અંતે મેં એમ કહેવાની છૂટ લીધી હતી કે અગાઉના કોઈ પણ ઉપવાસ કરતાં આ ઉપવાસ વધુ સફળ થયો હતો. હવે જોઉં છું કે મારા એ કથનમાં હિંસાનો રંગ હતો.

અનશન દરમ્યાન ચક્રવર્તી સત્તા પાસેથી ઠાકોર સાહેબને સમજાવીને તેમની પાસે આપેલું વચન પળાવવા સારુ તાત્કાળિક દરમ્યાનગીરી મેં ઇચ્છી હતી. આ અહિંંસાનો હૃદયપરિવર્તનનો માર્ગ નહોતો; એ માત્ર હિંસાનો અથવા દબાણનો હતો. મારું અનશન શુદ્ધ હોત તો કેવળ ઠાકોર સાહેબને જ અનુલક્ષીને લેવાવું જોઈતું હતું. અને જો એનાથી ઠાકોર સાહેબનું, અગર કહો કે એમના સલાહકાર દરબારશ્રી વીરાવાળાનું, હૈયું ન પીગળત તો મારે મરીને સંતોષ માનવો