પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૪૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૨
દેશી રાજ્યોનો પ્રશ્ન

છે. જેને તેઓ મહાસભાની દખલગીરી કહે છે તેવી દખલગીરી તેમને ન જોઈએ. કેટલેક ઠેકાણે તો મહાસભાનું નામ પણ તેમને અકારું થઈ પડ્યું છે. આમ થવું નહોતું જોઈતું.

આ શોધની મારા પર જે અસર થઈ તેની માટે મન મોટી કિંંમત છે. આથી સત્યાગ્રહીઓ તરફની મારી અપેક્ષાઓ અને મારી માગણીઓમાં હું આકરો બન્યો છું. પરિણામે મારી સંખ્યા ઘટીને સાવ નજીવી બની જાય એમ હોય, તો તેની મને ફિકર ન હોવી જોઈએ. જો સત્યાગ્રહ એ બધી પરિસ્થિતિમાં લાગુ પડી શકે એવો વ્યાપક સિદ્ધાંત હોય, તો મૂઠીભર સાથીઓની મારફત સુધ્ધાં સચોટ લડત આપવાની કાર્યપદ્ધતિ મને જડવી જ જોઈએ. અને મને નવા પ્રકાશની ઝાંખી થયાની હું જે વાત કરું છું તેનો અર્થ એ જ છે કે, આ સત્યદર્શન થયા છતાં હજુ એવા મૂઠ્ઠીભર માણસો કઈ રીતે સંગીન અહિંંસક લડત આપી શકે એની ખાતરીલાયક કોઈ પદ્ધતિ મને જડી નથી. મારા આખા જીવનમાં બનતું આવ્યું છે તેમ એવું બને કે પહેલું ડગલું ભર્યા પછી જ તે પછીનું સૂઝે. મારી શ્રદ્ધા મને કહે છે કે જ્યારે એવું ડગલું ભરવાનું ટાણું થશે ત્યારે તેની યોજના સૂઝશે જ.

પણ અધીરો ટીકાકાર કહેશે, ‘ટાણું તો હંમેશાં બારણે ઊભેલું જ છે. બધી તૈયારી છે. તમે જ તૈયાર નથી થતા.’ આ આરોપ હું નાકબૂલ કરું છું. મારો અનુભવ એથી ઊલટો છે. કેટલાંક વર્ષોથી હું કહેતો આવ્યો છું કે સત્યાગ્રહ ફરી શરૂ કરવાનો મોકો નથી. કાં? કારણો સ્પષ્ટ છે.

પ્રજાવ્યાપી સત્યાગ્રહ ચાલુ કરવાનું સચોટ વાહન બનવા જેવી મહાસભા આજે રહી નથી. એનું કલેવર ભારે બની