પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૪૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧૧
સગીર રાજ્યવહીવટ

હોય તે તેમણે કશો મુલામો ચડાવ્યા વગર પ્રગટ કરવી જોઈએ. મારી ખાતરી છે કે જો ત્યાં કશો અન્યાય થયો હશે તો જાહેર પ્રજામતનું બળ તેમને જરૂરી દાદ મેળવી આપશે.

દેશી રાજ્યોની પ્રજાના અધિકારોને લગતી ચક્રવર્તી સત્તાની પ્રગટ નીતિને અભાવે જે વીતે છે તેનો આબાદ દાખલો ધામીના નાનકડા ડુંગરી રાજ્યમાં બનેલો તાજેતરનો બનાવ પૂરો પાડે છે. જે ગોળીબારનો હત્યાકાંડ ત્યાં થયો તે ચક્રવર્તી સત્તાની નીતિ જો જાહેર હોત તો અશક્ય થાત. આ હત્યાકાંડને અંગે ત્યાંના પોલિટિકલ એજન્ટ તરફથી પ્રગટ કરવામાં આવેલી યાદી એ બાબતમાં છેવટનો શબ્દ ન ગણાવી જોઈએ. એજંટ પાસે સાચો નિર્ણય લડવાને સારુ જોઈતી સામગ્રી નહોતી. આવા દરેક ગોળીબારની પાછળ ખુલ્લી અદાલતી તપાસ વગર વિલંબે થવી જોઈએ. રાજાઓ જેઓ ઘડીઘડીમાં ભયભીત થઈ જાય છે અને ગોળીબારનો આશ્રય લે છે તેમને, અત્યારે તેમની રૈયતના જાનમાલ ઉપર જે સત્તા તેઓ ધરાવે છે, તે ન જ હોવી જોઈએ. પ્રજા પણ કઈ સામગ્રીને આધારે આવા બનાવો ઉપર પોતાનો યોગ્ય નિર્ણય બાંધે ? તે પોતે કશી સત્તાવાર તપાસ નીમી શકે નહિ, અને પોલિટિકલ એજંટની યાદી એ કંઈ સાચો ભોમિયો ન કહેવાય. ધામીની યાદી લો. એમાં કરેલાં કથનોને પડકારવાનું હું જરૂરી ગણતો નથી. તેનો શબ્દેશબ્દ કદાચ સાચો હોય. પણ મુદ્દાની વાત એ છે કે આવી યાદી અટળ વિશ્વાસ પેદા કરી શકે નહિ. દેખીતી રીતે જ આવી યાદી એ એકપક્ષી દસ્તાવેજ ગણાય. પોલિટિકલ એજન્ટ પોતાના કથનના આધારમાં કશી કાયદેસરની સાબિતીઓ આપી શક્યા નથી. તેમની માહિતીનાં સાધન તે જણાવતા નથી. જેમાં