પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૪૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





૮૯
રાજાઓ અને આજનો પ્રસંગ

કેટલાક ભાઈઓ દેશી રાજ્યોમાંથી આવ્યા હતા. તેમણે દેશી રાજ્યોમાં પ્રવર્તતી સ્થિતિનો — પ્રજામાં વ્યાપેલું ભયભીતપણું, અરક્ષિતતા અને ઝઝૂમી રહેલી અરાજકતા એ બધાનો — ભીષણ ચિતાર આપ્યો અને પૂછ્યું, “રાજાઓ શું કરે?”

ગાંધીજીના ઉત્તરનો સારાંશ આ હતો “તેમણે રાજા મટીને પ્રજાના સેવક બનવું જોઈએ.” એ જ વાતનો વિસ્તાર તેમણે પછીના સંવાદમાં કર્યો :

“રાજાઓએ તેમનાં ઊંચાં સિંહાસન પરથી ઊતરવું પડશે અને લોકોનો સહકાર મેળવવો પડશે. તેઓ એમ કરે તો અંધાધૂંધી કરનારાં બળોને દબાવી દેવાને તેમને પશુબળનો ઉપયોગ કરવાની જરૂર ન રહે. મહાસભા રાજાઓનો નાશ કરવા નથી માગતી, એટલે રાજાઓ પોતાનાં શાંતિ ને સંતોષ ફેલાવવામાં મહાસભાનો સહકાર માગી શકે છે.

“તેમણે પ્રજાના સાચા સેવક બનવું પડશે. એમ કરે તો એમનો નાશ કરવાનો વિચાર કોઈ ન કરે. તેઓ જો સેવક હોય ને પ્રજા શેઠ હોય તો શેઠ સેવકનો નાશ શા સારુ કરે? તમે કહો છો કે કેટલાક નાના રાજાઓ એવા છે જે મહાસભાની સાથે સમાધાની કરવા આતુર છે. એમ હોય તો