પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૪૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪૦
દેશી રાજ્યોનો પ્રશ્ન

હશે. શુદ્ધ ન્યાય સૌને મળવાની બાંયધરી હશે. કદાચ શ્રી. જયપ્રકાશને રાજાઓ આપમેળે પોતાની આપખુદ સત્તાઓ છોડે એવી શ્રદ્ધા નથી; મને છે. કારણ એક તો તે આપણા જેવા જ માનવી છે; અને બીજું એ કે સાચી અહિંસાની અમોઘ શક્તિમાં મને અપાર શ્રદ્ધા છે. તેથી અંતમાં એમ કહીને પૂરું કરીશ કે જો આપણે આપણી પોતાની જાતને, આપણામાં શ્રદ્ધા હોય તો તેવી શ્રદ્ધાને, અને પ્રજાને સાચા નીવડીશું તો રાજાઓ અને બીજા બધા પણ સાચા થશે અને આપણને અનુકૂળ થશે. અત્યારે તો આપણે જ અધકચર્યા જિંગરવાળા છીએ. એવી અધકચરી શ્રદ્ધામાંથી કદી સ્વાતંત્ર્યનો ઉદય થવાનો નથી. અહિંંસાનો આરંભ તેમ જ અંત આત્મપરીક્ષણ અને અંતરખાજમાં રહેલો છે.

સેવાગ્રામ, ૧૪–૪–૪૦
હરિજનબંધુ, ૨૧-૪-૧૯૪૦