પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૪૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૯૪
રાજાઓને

[ મુંબઈથી નીકળતા અંગ્રેજી પાક્ષિક ‘સ્ટેટ્સ પીપલ’ના ચોથા વરસના આરંભ નિમિત્તે ગાંધીજીએ માફલેલો જે સંદેશો તે પત્રના તા. ૨-૧૦-૧૯૪૧ના અંકમાં છપાયો હતો તેના અનુવાદ નીચે આપ્યો છે. ]

રાજાઓ અને તેમની પ્રજા વચ્ચેના સંબંધ વિષે હું કડક ને ચોક્કસ વિચારો ધરાવું છું. મારી દૃઢ પ્રતીતિ છે કે, ‘યુદ્ધ’ના ગૌરવભર્યા નામથી ઓળખાતી જે ગાંડી કતલ આજે ચાલી રહી છે તેને અંતે અચૂક સ્થપાનારા નવા વિશ્વતંત્રમાં રાજાઓની હસ્તી તો જ રહેશે જો તેઓ પ્રજાના સાચા સેવકો બનશે, અને પોતાની સત્તાને માટે તલવારબળ પર નહીં પણ પ્રજાનાં પ્રેમ ને સંમતિ પર આધાર રાખતા થશે. આવો મારે નિશ્ચિત મત હોઈ દેશી રાજ્યેાની પ્રજાને મારી એ સલાહ છે કે તેઓ ધીરજ કેળવે, અને જે જવાબદારી તેમના પર તેમની ઇચ્છા હોય કે ન હોય તોપણ પડવાની છે તેને માટે પરિશ્રમપૂર્વક મૂંગું રચનાત્મક કાર્ય કરીને તૈયારી કરે.

આનો અર્થ એ નથી કે તેમણે તીવ્ર ને આકરા જુલમને તાબે થવું. એ જુલમના ઘણા હેવાલો મારી પાસે આવ્યા કરે છે. એવા જુલમના તો તેનો ભોગ થનારાઓએ બની શકે તેટલી સારી રીતે સામનો કરવો જ જોઈએ. હું તો સારામાં સારી રીત અહિંસાની જાણું છું. એનું જ બીજું નામ જ્ઞાન ને નિશ્ચયપૂર્વક કરેલું કષ્ટ-