પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦
દેશી રાજ્યોનો પ્રશ્ન

લોકપ્રિય થવાનું કાર્ય હજુ હવે કરવાનું છે. લોકપ્રિયતાનો અર્થ એટલો જ નહિ કે લોકો સભામાં આવતા થઈ જાય. તેનો અર્થ એ કે લોકો પરિષદની મારફતે પોતાનાં દુઃખનું નિવારણ શોધે અને પરિષદની સલાહને અનુસરે. આ કામ થવા પહેલાં પરિષદના કારભારીઓએ લોકસેવા કરવી જોઈએ, ગામડાંમાં પ્રવેશ કરવો જોઈએ, ને લોકોના જેવા ગરીબ અને સાદા થવું જોઈએ.

રાજ્યના દુશ્મન ન બનવું જોઈએ. રાજાઓની સાથે આપણો અસહકાર નથી. રાજાઓની આશા આપણે છોડી બેઠા નથી. હું તો નથી જ છોડી બેઠો. કેટલાક રાજાઓના જુલમથી હું અજાણ્યો નથી. તેઓના અનિયમિત અને અતિષય ખર્ચથી હું અકળાયો છું. તેઓને દેશવાસ કરતાં યુરોપવાસ પસંદ છે એ ભયંકર વાત છે. પણ તેને સારુ હું તેઓનો દોષ નથી કાઢતો. અંગ્રેજી રાજ્યપદ્ધતિનું આ પણ એક ફળ છે. બચપણથી રાજાઓ છેક પરાધીન હોય છે. તેમના વાલી અંગ્રેજ શિક્ષકો વગેરે બને છે. તેઓને હુકમ હોય છે કે તેઓ રાજાઓને અંગ્રેજ જેવા બનાવે, અંગ્રેજી શાસનનો શોખ પેદા કરાવે, ને બધું અંગ્રેજી ગમાવડાવે. યુરોપ પ્રત્યેનો આવો પક્ષપાત આપણે ધનાઢ્ય વર્ગમાં પણ ઘણાઓમાં જોઈએ છીએ, તે જ જરા વધારે અંશે રાજાઓમાં જોઈએ છીએ. બન્નેમાં આ પરદેશપ્રેમનું કારણ એક જ છે. મારો દૃઢ અભિપ્રાય છે કે, જો કાઠિયાવાડમાં એટલે દેશી રાજ્યોમાં પ્રજામત કેળવાય, દૃઢ થાય ને નિર્ભચ થાય તો આપણા રાજાઓ પ્રજામતને તુરત નમે.

રાજાઓમાં ઘણી એબો છતાં હું તેઓને સરળ માનું છું. તેમને ઈશ્વરનો ડર હોય જ છે. પ્રજામતનો ખૂબ ડર હોય છે. આ બન્ને મારા જાતિઅનુભવ છે. પણ જ્યાં પ્રજામત