પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૯
કાઠિયાવાડ રાજકીય પરિષદ

લઈ ને હું વિલાયત ગયેલો. હું એ ભલામણપત્ર લઈને શોભી શકેલો. ત્યાં અનેકવાર હું એમને મળેલો. તે વેળા જામસાહેબના અમે જે સમકાલીન હતા તેમને સૌને થતું કે જામસાહેબને ગાદી મળે તો કેવું સારું ! પણ આજે તો તેમની બહુ નિંદા સાંભળી રહ્યો છું. તે બધી સાચી છે કે ખોટી તેની મને ખબર નથી, પણ એક પણ સાચી ન હોય એમ હું ઇચ્છું છું. અને એમ પણ ઇચ્છું છું કે પ્રજાની ઉપર જાણેઅજાણે તેમને હાથે અથવા આડકતરી રીતે જે જુલમ થયા હોય તેને તે પોતાને હાથે જ ધોઈ નાંખે. તેમને ચીડવવા એ મારું કામ નથી. તેમને નમ્રતાપૂર્વક કહેવાનું મારું કામ છે, અને તેને માટે વાતાવરણ તૈયાર કરવું એ મારું કામ છે. મારા દુશ્મનને પણ — જો કોઈ દુશ્મન હોય, દાખલા તરીકે સર માઈકલ ઓડવાયર મને દુષ્ટમાં દુષ્ટ માને છે છતાં એ સૂબો થઈ ને આવે તો તેને હું ઉઘાડે પગે જઈને મળું. તો પછી જામસાહેબને હું અવિનયે મળું એ તો મારા સ્વપ્નામાંયે નથી.

એ બંને રાજ્યો વિષે મારી પાસે ફરિયાદો ભરેલી છે. પુષ્કળ સાહિત્ય આવી પડ્યું છે. પણ એનો મારાથી ઉપયોગ ન થાય જ્યાંસુધી પૂરી તપાસ કરવા માટે પૂરેપૂરા ઉપાયો નથી લીધા. એટલે જ મારાથી એમની જાહેર વગોવણી ન થઈ શકે. પણ એ ફરિયાદો હું ભૂલવાનો નથી. આ વર્ષમાં મારાથી એ દૂર કરાવવાને માટે જેટલું થાય તેટલું કરીશ, અને વર્ષની આખરે મારા કામની રોજનીશી તમારી પાસે રજૂ કરવા હું ઉમેદ રાખું છું.

હવે તમારી પાસે મારે એક વિનંતિ છે. તમે જાહેર કે