લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૩
સર વિઠ્ઠલદાસ ઠાકરસીની અણધારી ઉદાર બક્ષિસ.

વિદ્યાપીઠના ધેારણે ચાલતી શાળાઓ ઉધાડવાના પ્રયત્ન ૭૩ પરંતુ પૈસા સંબંધીની જવાબદારી આશ્રમે લીધી નહીં. વિદ્યાપીઠથી પણ આ શાળાને મદદ કરવાનું શક્ય નહેાતું. મદદ મેળવવાની બધી જવાખ- દારી અમારા બાપુ સાહેબતે ( ગા. મ. ચિપલુણકરને અમે બધા બાપુ સાહેબ કહીએ છીએ ) લેવી પડી. એ વર્ષીની આખરે શાળામાં પ૭ હેક- રીએ હતી અને ૧૮૨૦માં તે સંખ્યા ૮૩ પર ગઈ. શાળા પૈસાની મુશ્કેલીમાં તેા હતી જ એટલામાં સર વિઠ્ઠલદાસની રકમ મળવાથી તેને વિદ્યાપીઠને સ્વાધીન કરવામાં આવી. બાપુસાહેબને આ શાળા પરના સંતાન સરખા પ્રેમ લક્ષમાં લઇ તેનું ઉપરીપણું વિદ્યાપીઠે હજી પણ તેમને સોંપેલું છે, અને તેમના ઉપરીપણા હેઠળ આ શાળાની ચઢતી કળા પણ થતી જાય છે. ખીજી શાળા ઉઘાડવાનેા પ્રયત્ન મુંબઈમાં કરવામાં આવ્યો. આમાં મુંબઇના શ્રીયુત લક્ષ્મણરાવ નાયકે ઘણી મદદ કરી. તે વેળા મુંબઇમાં ચાલુ હાય એવી એકાદી હાઇસ્કુલ જો મહિલા–વિદ્યાપીઠના ધેારણે કામ કરવાને તૈયાર થાય અને મરાઠી તથા ગુજરાતી એમ બન્ને શાખાએ ચલાવે તે પ્રયત્ન કરી જોવા, અને તે શક્ય ન હોય તેા જુદી હાઈસ્કુલ ઉઘાડવી એવી ઈચ્છા સર વિઠ્ઠલદાસની હતી. એ મુજબ એ ઠેકાણે પ્રયત્ન કરવામાં આવ્યા. ચંદા રામજી ગર્લ્સ હાઈસ્કૂલ આ કામ સ્વીકારે તેા જોઇએ, એવા વિચારથી ત્યાંની કમિટિના ઘણાખરા ગુજરાતી સભાસદે પાસે હું અને લક્ષ્મણરાવ ગયા. એ હાઈસ્કુલ એના ટ્રસ્ટના પૈસાથી ચાલતી હાવાથી હાઈકાની પરવાનગી વગર કમિટીથી એ શાળા ખાનગી યુનિવર્સિટીના ઘેારણે ચાલતી કરી શકાય એમ નહેાતું. પણ કમિટીની ઈચ્છા હેાત તેા હાઈકા - ની પરવાનગી મેળવવાનું અધરૂ નહેાતું. પરંતુ મુંબઈ યુનિવર્સિટીનું ધારણ છેાડવાનું આ લેાકાને ગમ્યું નહીં. પછી શ્રીયુત ગજાનન ભાસ્કર વૈદ્યે શરૂ કરેલી સ્ટુડન્ટ્સ લિટરરી સાસાયટીની હાઈસ્કુલ સંબંધી પ્રયત્ન કર્યાં; પરંતુ તે પણ સફળ થયેા નહિ, તેથી મુંબઈમાં જુદી હાઇસ્કુલ ઉઘાડવાની અમને ફરજ પડી. પ્રથમ સર વિઠ્ઠલદાસની સલાહ મુજબ મુંબઇના શ્રીયુત ગેાકળદાસ કહાનદાસ પારેખના ચેાપાટી પરના મકાનમાં કેટલાક આગેવાન ગૃહસ્થાની સભા ભરી. તેમાં સર વિઠ્ઠલદાસ પણ હાજર હતા. સારા મેટા પાયા પર શાળા ખેાલવા સંબંધી ત્યાં ચર્ચા થઇ. શાળા માટે સગવડવાળી જગ્યા મેળવવા માટે હું અને લક્ષ્મણરાવ ઘણું કર્યા. આખરે ઠાકારદ્વાર પાસે નવરાજી સ્ટ્રીટમાં નવી આંધેલી પારસીએની ચાલના ઉપરના માળની તે જિગા અને તે માટે પસંદ કરીdFone S