પૃષ્ઠ:Dinanath ni Dhalo.pdf/૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સાધન સર્વ ગયા છે ખુટી, કપટી કાળે માર્યો કુટી;
બગડ્યાની નહિ બુટી, ઠાકર ક્યાં ઠરૂં રે. મારા૦

અતિ તાપથી તપી રહ્યો છું, ભાષ્ય કંઠથી અંધ થયો છું;
ભુલી ભાન ગયો છું, ધીરજ શું ધરૂં રે. મારા૦

અદ્ભુત માયા નાથ તમારી, મન વાણી નહીં પોંચે મારી;
કેશવ હરિ હારી ફટકેલ થઈ ફરૂં રે. મારા૦

(ઢાળ ૫ મી)

મારી લાજ તમારે હાથે, નાથ નિભાવજો રે;
દિનાનાથ દયાળ દયા, અદ્ભૂત દર્શાવજો રે. એ ટેક.

સંકટથી સોસાઉં મુરારી, લેજો અંતર્યામી ઉગારી;
હવે ગયો છું હારી, બાપ બચાવજો રે. મારી૦

કર્મ કઠણ માઠા ગ્રહ બેઠા, હાથ પડ્યા છે હમણા હેઠા,
પરમેશ્વર ક્યાં પેઠા, પણ પરખાવજો રે. મારી૦

અહિત અને હિતમાં અણસમજુ, કૃત્યાકૃત્ય વિષે શું સમજું;
ભજું તજું શું માધવ, માર્ગ બચાવજો રે. મારી૦

કેશવ હરિ હેતે સંભારું, પ્રભુ પદ હોય હજી જો પ્યારું;
મંગલ કરવા મારૂં, અંગદ આવજો રે. મારી૦

(ઢાળ ૬ ઠ્ઠી)

હઠ લઈ બેઠા છો હરિરાય, હવે હદ થાય છે રે;
જગદીશ્વરજી જન્મ જડેલો, નિષ્ફળ જાય છે રે. એ ટેક.

શો અપરાધ થયો છે સ્વામિ, પુછું છું પ્રાણેશ્વર શીરનામી;
અંતર્યામી અતિ અંતર, ઉભરાય છે રે. હઠ૦

છે ભગવાન મને ભય ભારે, આપ વિના નહિ કોઇ ઉગારે;
આ સંસારે અધવચ વહાણ તણાય છે રે. હઠ૦