પૃષ્ઠ:Dinanath ni Dhalo.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઢાળ આઠમી

સદ્ગુરુ શરણ વિના , અજ્ઞાન તિમિર ટળશે નહીં રે;
જન્મ મરણ દેનારૂં, બીજ ખરૂં બળશે નહીં રે. એ ટેક.

પ્રેમ વચનામૃત પાન વિના, સાચા ખોટાના ભાન વિના;
ગાંઠ હ્રદયની જ્ઞાન વિના, ગળશે નહીં રે. સદ્૦

શાસ્ત્ર પુરાણ સદા સંભારે, તનમન ઇન્દ્રિય તત્પર તારે;
વગર વિચારે વળમાં, સુખ મળશે નહીં રે. સદ્૦

તત્ત્વ નથી મારા તારામાં, સુજ્ઞ સમજ નરતા સારામાં;
સેવક સુત સારામાં, દિન વળશે નહીં રે. સદ્૦

કેશવ હરિની કરતાં સેવા, પરમનંદ બતાવે તેવા;
શોધ વિના સજ્જન એવા, મળશે નહીં રે. સદ્૦

ઢાળ નવમી

પ્રભુના ભજન વિના બંધન તારૂં, ટળવું નથી રે;
માનવ તન ખોયું તો તે, પાછું મળવું નથી રે. એ ટેક.

ધનજન યોવન કેરા વળમાં, છટકી છંડાયો જો છળમાં;
તો બળમાં અજ્ઞાન કદી બળવું નથી રે. પ્રભુ૦

ધ્યાન સદા વિષયોનું ધરતા, દાન પુણ્યનો પંથ વિસરતા;
ખોટી ખટપટ કરતાં, સુખ વળવું નથી રે. પ્રભુ૦

ભવસાગર તરવાનું બારૂં, હરિના શરણ થકી શું સારૂં;
મારૂં તારૂં પ્રાણ કશું, પળતું નથી રે. પ્રભુ૦

કાળ ફરે છે નિશદિન માથે, જાગીને જો હિત છે હાથે;
કેશવ હરિજન સાથે, શું હળવું નથી રે. પ્રભુ૦