લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dinanath ni Dhalo.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

(ઢાળ દશમી)

સાચી વાત સખી સમજાવું, તુંને સાનમાં રે;
ખોટું મોટપણું મેલી દે, મિથ્યા માનમાં રે. એ ટેક.

ધામ ધરા ધન સાથ ન આવે, સ્નેહ અને સંબંધ સતાવે ;
સુત દારાદિક તને નચાવે, તાનમાં રે. સાચી૦

પુણ્ય વડે માનવ તન પામી, વામી થઈ બેથો છે કામી;
ખલ તારી તે ખામી કહું છું કાનમાં રે. સાચી૦

નામ રૂપ સર્વે નિષ્ફલ, બહુ કોને દેખાડે છે બલ;
જીવન ચલજલ બિંદુ પડેલું પાનમાં રે. સાચી૦

વિનય વિવેક વિચાર કરીને, તર ભવસાગર પુણ્ય કરીને;
ભાવ ધરીને કેશવ, હરિ ભગવાનમાં રે. સાચી૦