પૃષ્ઠ:Divadi.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સનાતન દર્દી : ૧૯૧
 

કરતાં હતાં. હું એના જેટલો ગોરો નહિ, એના જેટલો દેખાવડો નહિ, અને મારે પહેરવામાં થીંગડાંવાળાં વસ્ત્રો અને જવલ્લે જ મળતા જોડા. હું ઉઘાડા પગે ફરતો કદી ફાંસ-કાંટો વાગતાં, તાપટાઢ કદી સિસકારીઓ બોલાવરાવતાં; પરંતુ એનું મને દુઃખ થયું હોય એમ મને જરા યે યાદ નથી. કપડાં ઘસાય નહિ એ અર્થે એકલી ચડ્ડી પહેરી દિવસ-રાતભર ઉઘાડું શરીર રાખવાની મને ટેવ જ પડી ગઈ હતી. પરંતુ રૂપમોહન ઘરમાં પણ ભાગ્યે જ મોજડી વગર ફરતો. તેનો રૂપાળો દેહ મેં કદી ઉઘાડો જોયો હોય એમ મને યાદ નથી. સવારનાં કપડાં તેને સાંજે પહેરાવવામાં આવતાં નહિ. ટાઢમાં તેનાં પિતા અને માતા તેને ઢબૂરીને રાખતાં, જ્યારે કડકડતી ટાઢમાં મારા દેહ ઉપર વસ્ત્ર પણ ન હોય, અને હોય તો પણ હવા અજવાળાની બારીઓવાળું હોય !

પડોશનાં બાળકોમાં એક પ્રકારની મૈત્રી જાગે છે. રૂપમોહનનું ઘર ઘણું મોટું હતું એ વાત ખરી. મારું ઘર ઘણું નાનું-ઝૂંપડીનો ખાલ આપે એવું હતું છતાં અમે સાથે ભણતા એટલે અમારી વચ્ચે મૈત્રી સારી જામી હતી. મોંઘા રૂપમોહનની સાથે એ જ્યાં જાય ત્યાં માણસો મોકલવામાં આવતાં. મારે તો એકલા જ જવાનું હોય. એ માગે ત્યારે તેને પૌષ્ટિક ખોરાક મળતો. અરે ! ન માગે ત્યારે પણ એને ખોરાક મળતો, જ્યારે મને તો જમતી વખતે સતત ભૂખ લાગી છે અને જમ્યા પછી થોડી ભૂખ રહી છે એવો ભાસ રહ્યા કરતો. રૂપમોહનની માતા કદી અમને કાચું કોરું આપતી વખતે ફરિયાદ કર્યા કરતી:

'આ અમરો રૂપ ! એને ખાવાનું ઠેકાણું જ નહિ. કશું જ ફાવે નહિ અને ભાવે નહિ. પ્રભુએ આપ્યું છે ત્યારે એની ભૂખ જ મરી ગયેલી છે.'

હું જાણતો કે રૂપમોહનને કેટલી વાર જમવાનું મળે છે અને કેટલી વાર કાચું કારું મળે છે. એની પાછળ વેરાતો ખોરાક એક