પૃષ્ઠ:Divadi.pdf/૨૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૨ : દીવડી
 

તેણે આટલી બધી નોકરીઓ કેમ કરી અને કેમ મૂકી દીધી એ પરિસ્થિતિ મદનને ગુનાની શક્યતામાં હડસેલતી હતી. જોકે જ્યાં જ્યાં એ નોકર હતો ત્યાં ત્યાં પોલીસે તપાસ કરી, છતાં મદન વિરુદ્ધ ખાસ કંઈ જ ફરિયાદ ન નીકળી; માત્ર મદન અવ્યવહારુ, ધૂની અને એકમાર્ગી હતો અને આ દુનિયામાં સફળ થવાની તેનામાં લાયકાત ન હતી એટલી જ વાત આગળ આવતી.

પોલીસ-તપાસ નીચેનું તેનું વર્તન ઉપદ્રવરહિત હતું એ વાત સાચી; પરંતુ ગુનો કબૂલ કરવાની તેની સરળતા અધિકારીઓને માટે ચોંકાવનારી હતી. તેણે કબૂલ કરેલા ગુનામાં તેના તરફથી રજૂ થતી હકીકતોનો મેળ જરા ય પડતો નહિ એટલે તેના જવાબો, સાક્ષી–પુરાવા અને તેના આરોપ સંબંધીના કાગળો બહુ કાળજીપૂર્વક કરવાની સહુને જરૂર પડી. વર્તમાનપત્રોએ મદનને એક આકર્ષક ગુનેગાર તરીકે ચીતરી બતાવ્યો. એની ઉપર મુકદ્દમો ચાલતાં ઘણી ચોંકાવનારી વિગતો મળી આવશે એવા સંભવમાં મદનનું એક અદ્ભુત રસવીંટ્યા મહાગુનેગાર તરીકેનું ચિત્ર જનતાના હૃદયમાં ચીતરાઈ ગયું અને અંતે એને અદાલત સમક્ષ ઊભો પણ કરવામાં આવ્યો.

મદન અદાલતમાં ઊભો થયો અને લોકો ધારતા હતા તેના કરતાં જુદા જ પ્રકારની સનસનાટી ઊભી થઈ. તેનો જવાબ લેવાનો પ્રસંગ આવતાં તેણે દોરડાની ચેારી કબૂલ કરી; પરંતુ તે સિવાયની એક પણ ચોરીમાં તેનો હાથ હોવાની તેણે ઘસીને ના પાડી. તે એક ગ્રેજ્યુએટ હતો એ વાત સાબિત થઈ; પરંતુ આટઆટલી નોકરીઓ છોડી દેવાનાં કારણો આપતાં તેણે અતિશય ચોંકાવનારી હકીકત રજૂ કરી.

મદન મહામુશ્કેલીએ અનેક દુઃખો વેઠી ગ્રેજ્યુએટ થયો. તે એક અતિ સામાન્ય સ્થિતિનો યુવક હતો છતાં ગ્રેજ્યુએટ હતો એટલે તેની