પૃષ્ઠ:Divasvapna.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૪૯ ]


મને થયું: “વાર્તાને તો આ લોકોએ સજજડ પકડી છે.” મને હિંમત આવી કે હવે ભૂલી તો નહિ જાય

પણ મીઠુંમરચું ભભરાવેલી એવી વાર્તા કાંઈ ઇતિહાસના પરીક્ષક માટે નથી. હવે એ બધાને પરીક્ષકના દૂરબીનમાં લાવવી જોઈએ.

કહેલી વાર્તાઓને લખી લઈને હું વિદ્યાર્થીઓને વાંચવા આપવા લાગ્યો. ટૂંકાવવા જેવા ભાગો મેં ટુંકાવ્યા હતા. કોઈ ઠેકાણે વધારે ચોક્કસ સ્થળ અને કાળ પણ મૂક્યાં. વાર્તાની કથનશૈલી અને લેખનશૈલી વચ્ચે સહજ તફાવત છે; એ જ તફાવત મેં અહીં લીધો ને વિદ્યાર્થીઓને વાર્તા વાંચવાની મજા પડી. તેઓ એકથી વધારે વાર વાર્તાઓ વાંચતા દેખાયા.

હજી મને હિંમત ન હતી કે તેના ઉપર તેઓને હું પ્રશ્નો પૂછીશ તે તેઓ તેના બરાબર ઉત્તરો આપશે.

મે એક વાર્તાને મુદ્દાના રૂપમાં ગોઠવી. માત્ર એક એક વાક્યમાં એક એક પ્રસંગને લખ્યો, એટલે કે વાર્તાની માત્ર રૂપરેખા માત્ર ટાંચણ લખ્યું અને તે વાંચવા આપ્યું.

વિદ્યાર્થીઓ તે વાંચી ગયા. તેમને તે વાંચતાં આખી વાર્તા યાદ આવતી હોય તેવું લાગ્યું. હવે મેં એક દિવસ હિંમત કરી વિદ્યાર્થીઓ પાસે વાર્તાની હકીકતને પ્રશ્નોત્તર દ્વારા કઢાવવાનું શરૂ કર્યું. મારા અચંબાનો પાર ન રહ્યો. તેઓ પૂછેલા પ્રશ્નોના જવાબ ફડ દઈને દેવા લાગ્યા. મને ખાતરી થઈ કે હવે તેઓ પરીક્ષામાં પાસ થશે એટલુંજ નહિ, પણ પરીક્ષા પછી પણ તેઓ ઇતિહાસને ભૂલી જશે નહિ.

મેં અધિકારી સાહેબને અખતરા ખાતર બોલાવ્યા ને ઇતિહાસની પરીક્ષા લેવરાવી. તેઓએ કહ્યું: “આ પદ્ધતિથી