પૃષ્ઠ:Divasvapna.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૬૭]


પૂઠાંઓમાં નિયમિત નારીજાતિના અને આમાં અનિયમિત નારીજાતિના શબ્દો છે. મારું પ્રથમ કાર્ય આ પૂઠાં છોકરાઓને વાંચવા આપવાનું છે. તેઓ તે વાંચે છે, ખૂબ વાંચે છે, આવાં જેટલાં પૂઠાં આપો તેટલાં વાંચે છે ! અહીં તેમને જાતિના શબ્દોને પરિચય થાય છે. માથે લખ્યું છે નરજાતિ, નારીજાતિ; તેથી શબ્દોની જાતિ તરફ કંઈક વિચાર જાય છે. પણ પ્રથમ તો જાતિ શબ્દોનો પરિચય જ થાય છે.

પણ પછી મેં એક દિવસ તેમને કહ્યું: “બળદની નારી કઈ?” તેઓ કહેઃ “ગાય.” “સિંહની ?” “સિંહણ.” “છોકરાની?” “છોકરી.” ” ડોસાની ?” “ડોસી.” “કૂતરાની ?” “કૂતરી.” “મોરની ?” “ઢેલ.”

મારી યોજના આબાદ સફળ નીવડી. પરિચયથી તેમનામાં વિચાર સ્ફૂર્યો હતો. શબ્દપરિચયથી તેમનામાં જ્ઞાન જાગ્યું હતું.

મેં કહ્યું: “ચાલો એક રમત રમીએ. હું નરજાતિ લખું, તમે નારીજાતિ લખો.” મેં નરજાતિ વાચક શબ્દો લખાવવા માંડ્યા અને સાથે તેઓ નારીજાતિ શબ્દો હોંશે હોંશે લખવા માંડ્યા; અને તપાસું છું તો થોડી જ ભૂલો ! – થોડાની જ ભૂલો !

મેં કહ્યું: “ચાલો, એક બીજી રમત બતાવું આ પેટીઓ છે, આમાં નરજાતિ છે, આમાં નારીજાતિ છે. નરની નારી જાતિ શોધો, અને નારીની નરજાતિ શોધો.”

છોકરાઓ એ રમત કેટલા ય કલાકો સુધી રમ્યા.

ઉપરી સાહેબઃ “પણ એક પેટીમાં બધા શી રીતે રમે ?”

મેં કહ્યું: “એ માટે તે મારે એક રસ્તો કાઢવો પડ્યો હતો. વર્ગમાં મેં દસ આ બાજુ ને દસ સામી બાજુ કૂંડાળાં કાઢ્યાં હતાં. આ તરફનાં દસમાં નર શબ્દો અને સામે નારીના શબ્દો મૂકયા હતા. એક એક કૂંડાળે એક એક વિદ્યાર્થી બેઠો. પોતાનો