પૃષ્ઠ:Doshimani Vato.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

તો મંગાવ. બાપુ કહે, ‘‘ના બેટા! બીજી બહેનોએ કંઈક કંઈક મંગાવ્યું છે. માટે તું પણ કંઇક હસમુખી બોલી, ‘‘ઠીક ત્યારે બાપુ! એક સફેદ ગુલાબનું ફૂલ લેતા આવજો. સોદાગર ગયો. પાછા વળવાનો વખત આવ્યો. મોટી દીકરી માટે ઓઢણું અને વચેટને માટે મોતીની માળા મળી; પણ ધોળું ગુલાબનું ફૂલ ક્યાંથી કાઢવું? એ દેશમાં તો ગુલાબ જ ન મળે. તો પછી સફેદ ગુલાબની શી વાત જ કરવી? એમ વિચાર કરતો કરતો સોદાગર ઘોડે ચડીને બીજે ગામ જતો હતો એમાં એ રસ્તો ભૂલ્યો. એને બહુ જ થાક લાગ્યો. ઊંઘ પણ આવતી હતી. ફરતાં ફરતાં એણે એક મોટો મહેલ જોયો. એને એમ થયું કે ઓહો! વનમાં આવો મહેલ ક્યાંથી? એણે તો મહેલને દરવાજે સાંકળ ખખડાવી. તુરત દરવાજો ઊઘડચો. ત્યાં કોઈ માનવી નહોતું. કોણે દરવાજો ખોલ્યો હશે એ કાંઈ સમજાયું નહીં. સોદાગર જુએ ત્યાં તો હવામાં બે હાથ દેખાય છે. એ ાથ એને પગે લાગીને અંદર બોલાવે છે. સોદાગર બોલ્યો, “ઘોડાને એકલો મૂકીને શી રીતે આવું?” ત્યાં તો કોણ જાણે ક્યાંથી બીજા બે હાથ આવ્યા અને લગામ ઝાલી ઘોડાને તબેલામાં લઈ ગયા. સોદાગરને થયું કે નક્કી આ તો ભૂતનું ઘર લાગે છે. પણ એને તો એવો થાક લાગેલો કે અંદર ગયા વિના ઉપાય નહોતો. અંદર જાય ત્યાં તો બીજા બે હાથ આવીને એને ભોજનશાળામાં લઈ ગયા. ખૂબ સારી મીઠાઈ, મેવા, શરબત ને મુખવાસ દીધાં. સોદાગર ખાવા મંડ્યો. જુએ ત્યાં તો ચારેય તરફ કેટલાયે હાથ હવામાં ઊભેલા. કોઈ એને પંખો ઢાળે, કોઈ પીરસે, ને કોઈ શરબત લાવી આપે. પછી એને સૂવાના ઓરડામાં લઈ ગયા. જુએ તો બે હાથ બિછાનું કરે છે. બિછાનું એવું સુંવાળું કે સોદાગરને મીઠી ઊંઘ આવી ગઈ. સવારે ઊઠીને ઘોડે ચડી એ ચાલવા લાગ્યો. ત્યાં તો એણે એક રૂપાળી ફૂલવાડી જોઈ. એ ફૂલવાડીમાં ધોળાં ધોળાં સુંદર ગુલાબ ઊઘડેલાં. સોદાગરને એની નાની દીકરીનો સંદેશો સાંભર્યો. તરત એ ફૂલ તોડવા ગયો. જ્યાં તોડે ત્યાં મોટી ચીસ પડી. સોદાગરના હાથમાંથી ફૂલ પડી ગયાં. સામે જુએ તો એક વિકરાળ સિંહ! રાતી રાતી એની આંખો ! છરી જેવા એના દાંત! એની જીભ તો લસ લસ થાતી હતી. સિંહ કહે, ‘કેમ મારું ફૂલ તોડ્યું? તને ખાઈ જાઉં'. સોદાગર કહે, ભૂલ થઈ. આ વખતે માફ કરો. મારી નાની દીકરીએ મંગાવ્યાં છે, એટલે જ મેં તોડેલાં’. સિંહ બોલ્યો, ‘ઠીક, એક વાત કબૂલ કર તો જાવા દઉં. ઘેર જા ત્યારે તને જે

પહેલું સામું મળે તેને એક મહિનાની અંદર આંહીં મોકલી દે

૪૪
લોકકથા સંચય