પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



સરકારી નોકરીની સફળતાનો ભેદ


શુંકહ્યું ? 'હું કેમ પેન્શન ન લેતાં નોકરીનાં વરસો માગ્યા કરું છું'? ' અને મને કેમ વરસો મળે છે ?' કેમ તમારું પ્રમોશન રોકાય છે? ‘ના, ના, સહેજ જાણવા પૂછો છો' એમ ?

જોતા નથી. મારા જેવો નિમકહલાલ અને નિયમિત કોઇ સરકારી નોકર નથી ! તમે હંમેશાં મોડા આવનાર ક્યાંથી જાણો કે ઑફિસમાં હમાલથી પણ વહેલો આવું છે ? આટલા વરસની નોકરીમાં કદી કેજ્યુઅલ કે હકની રજા પણ લીધી નથી ! જોતા નથી આખો દિવસ લખ લખ કરીને મોં પણ વાંકું થઇ ગયું છે ! તમે બધા તો બીડી પીવા વગેરેનાં બહાનાં કાઢી કામ પડતું મૂકો છો, વખત કાઢવા માટે વાતો કરો છો અને વાતો કરવા માટે મિત્રો કરો છો અને મિત્રો ભેગા થઇ ઠઠ્ઠા મશ્કરી કરો છો, પણ એક લોટે જવું પડે તે સિવાય મને કદી કામ વિનાનો જોયો છે? કામ થઇ રહે છે ત્યારે સાહેબની પાસે જઈ બીજાં ક્રામ માગું છું. અને છેવટે કંઇ ન મળે તેા સાહેબને પોતાને માટે નકલ કરી

આપું છું ! તેમના ખાનગી કાગળો લખી આપું છું પણ

૪૨