પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯
એક સ્વપ્ન.


“આવું અર્થહીન અને ભયંકર સ્વપ્ન મને કદી આવ્યું નથી!”

મારા હાથ પર રૂંવાડાં ઊભાં થયાં. તે સ્ત્રી પણ પુલકના આ ઓચિંતા આવિર્ભાવથી થડકી ગઈ, પણ તેણે તરત પોતાના પર કાબૂ મેળવી લીધો. અને પછી જાણે એવી આડી ટીકા કરવા ના કહેતી હોય એમ ભાવથી દર્શાવી આગળ વાત સાંભળવા તેણે મારા તરફ જોયું.

હું જાણે કોઈ મારા ઓળખાણવાળાને ત્યાં જતો હોઉં એવા મનોભાવથી ચાલતો હતો. ઓળખાણ ક્યાંનું, ક્યારનું, શા માટે જાઉં છું, તે કશું સ્પષ્ટ નહોતું, માત્ર જાણે કોઈક ઓળખીતાની ખબર કાઢવા ઘણે સમયે જતો હોઉં એવો ભાવ મનમાં હતો. રસ્તાની માહિતી નહોતી, તેમ રસ્તો શેાધવો છે એવું પણ મન નહોતું. માત્ર ચાલ્યો જતો હતો.

થોડે ગયો ત્યાં એક ઝૂંપડી જેવું આવ્યું અને એ જ સ્થાને મારે જવાનું હોય તેમ હું અટક્યો. ઝૂંપડીની આસપાસ બધે ખારભોંય હતી. દૂર ક્ષિતિજ ઉપર એક લૂંટી લીધેલા જેવા દેખાતા તાડ સિવાય કશું ય ઝાડ નહોતું. આસપાસ દરિયાની મોટી ભરતીનું પાણી આવતું હોય એવી જમીન ખારી પોચી અને માણસની તેમ ઢોરની નિશાની વિનાની હતી. મેં ઝૂંપડીના બારણા સામે જોયું જાણે મારી આવવાની ખબર હોય એવી રીતે અંદરથી એક સ્ત્રી, મદારી રાખે છે તેવો નાનો ટોપલો લઈ બહાર નીકળી અને તે જમીન પર મૂકી એક બાજુ ખસી ગઈ. તે જ વખતે પહેલાંનો સંકેત હોય તેમ, તેના બોલાવ્યાથી જ હાજર થયો હોય તેમ, એક પુરુષ બહારથી આવ્યો. અને જાણે મારી સમક્ષ અમુક કરી બતાવવાનું પહેલેથી નક્કી કરી મૂક્યું હોય તેમ એક દિશાથી પેલી સ્ત્રી ટોપલા તરફ ગઈ, અને સામેની દિશાથી તેનું અનુકરણ કરતો હોય તેમ પેલો પુરુષ ટોપલા તરફ ગયો. બન્ને