આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૯
સુરદાસ
સુરદાસ લાકડી ધબ ધબ નીચે પછાડતો, રામપ્યારીને
અને પરદેશીને ગાળો દેતો દેતો ધરમશાળાનાં પગથિયાં ચડવા
માંડ્યો. તેનો ધોકો તેના ડફ ઉપર પડ્યો અને ડફ ફાટી ગયું.
બીજે દિવસે સવારે એ જ ઓટલા ઉપર સુરદાસ આંધળી આંખે વિચારમાં ગમગીન બેઠો હતો. ત્યાં વિઠ્ઠલ આવ્યો અને તેણે પૂછ્યું: “ક્યોં, સુરદાસજી ?”
સુરદાસ, કેવળ કલ્પિત પણ પોતે સાચા જ માનેલા દુઃખદમાં દુઃખદ અન્યાયથી લાંબે રાગે રડી પડ્યો.