ધનુભાઈ : ખરું. હવે મારી વાર્તામાં મુખ્ય વાત શું હતી તે વિચારો. એક શેઠના એકના એક દિકરાની આંખમાં ચાકરડીએ ભૂલથી ઍસિડનાં ટીપાં નાંખ્યાં. છતાં શેઠ તેના તરફ ઉદાર રહ્યો. આ મારી વાર્તાનો મુખ્ય ભાવ, હવે ચેખૉવની વાર્તા લો. તેમાં એક ઘણી જ નાની ઉંમરની છોકરી ચાકર રહેલી છે. તેને ઊંધ આવે છે છતાં તેને શેઠનું છોકરું રાત્રે રાખવું પડે છે.
પ્રમીલા : હીંચોળવું પડે છે કહેવું જોઈએ.
ધનુભાઈ: હવે હીંચોળવું પડે છે; તે અકળાય છે, ભાન ભૂલે છે, અને બેભાનમાં, અર્ધધેલછામાં એ છેકરાને મારી નાંખે છે, ત્યાં વાત પૂરી થાય છે. ચેખૉવની વાર્તામાં ચાકરડીના માનસનું આબેહૂબ ચિત્ર છે. એ વર્ગના મનમાં શું ચાલે છે, તેના માનસ તરફ બેપરવા રહેલા શેઠો ચાકરોને અરધા ગાંડા કરી મૂકે છે, ચાકરોના ઘણાખરા ગુના પાપબુદ્ધિથી નહિ પણ અકળામણની ઘેલછાથી કરેલા હાય છે, એ તેને બતાવવું હોય છે. મારી વાર્તામાં માત્ર એક શેઠની ઉદારતાનું વર્ણન છે. મારી વાર્તા રહસ્યદૃષ્ટિએ ચેખૉવના કરતાં ઉતરતી છે, જો કે આપણા એ લાગણીધેલા ટીકાકારે તેને ચેખૉવના કરતાં ઉન્નત અને દિવ્ય સંદેશ આપનારી કહી, અને ચેખૉવમાંથી લીધેલી કહીને પાછી ઉતારી પાડી. તેણે રહસ્યદૃષ્ટિએ ઊતરતી કહી હોત તો મને ગમત પણ ચેખૉવથાંથી સૂચિત થયેલી કહી છે તે ખોટી ટીકા ઉપર હું ચિડાતો હતો. હું સ્પષ્ટ જોઈ શકતો હતો કે એ ટીકાકાર પોતાનું ડહાપણ, પોતાનું વાચનજ્ઞાન, તુલના કરવાની શક્તિ, વખાણ સાથે નિંદા કરવાની કળા, અને સૌથી વધારે તો સખ્ત ટીકા કરવાની બહાદુરી બતાવવા આમ લખતો હતો. તે તેની પામરતાથી હું વધારે ચિડાતો હતો.
પ્રમીલા : પણ તમે જગતના મહાન હેતુશાસ્ત્રી આનું કારણ કેમ શોધી કાઢતા નથી.